Monday, June 22, 2026
HomeGeneralઆણંદના તારાપુરાની એક ગ્રામીણ બેંકમાં રૂ. 4.36 કરોડનો બનાવટી ચેક જમા થયો,...

આણંદના તારાપુરાની એક ગ્રામીણ બેંકમાં રૂ. 4.36 કરોડનો બનાવટી ચેક જમા થયો, જાણો પછી શું થયું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. આણંદ: આણંદના તારાપુર તાલુકામાં ઠગાઇ કરવાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઠગોએ એક ખોટો ચેક બનાવ્યો અને આ ચેક બેંકમાં પાસ પણ થઈ ગયો, જો કે આ વાત સામે આવતા બેન્ક દ્વારા ચેકનું પેમેન્ટ અટકાવી દેવામાં આવ્યું હતું, પરંતુ આ પ્રકારનું બેન્ક ફ્રોડ પહેલી વાર જોવા મળ્યું છે જ્યાં એક ખોટો ચેક બેંકમાં ક્લિયર થઈ ગયો હોય.



તારાપુર તાલુકાનાં ખાનપુર ગામમાં શ્રી દીનદયાળજી ખાદી ગ્રામઉદ્યોગ ટ્રસ્ટનાં બેન્ક ઓફ બરોડા ગ્રામીણ બેંકમાં ટ્રસ્ટનાં પ્રમુખ પ્રમોદ પટેલ દ્વારા 4.36 કરોડ રૂપિયાનો એક ચેક ડિપોઝિટ કરવામાં આવ્યો હતો. આ ચેક રાજકોટની તીર્થ એગ્રો ટેકનૉલોજિ પ્રા.લીના એકાઉન્ટનો ચેક હતો. જ્યારે આટલી મોટી રકમનો ચેક ડિપોઝિટ થયો ત્યારે કંપનીના ફાયનાન્સ કંટ્રોલર અને સેક્રેટરીને ધ્યાનમાં આવતા તેમણે તપાસ કરી તો જાણવા મળ્યું કે આવો કોઈ ચેક કંપની દ્વારા આપવામાં આવ્યો નથી. જેના કારણે તેમણે તારાપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના અનુસંધાનમાં તારાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર આર એન વિરાણી અને તેમની ટિમ દ્વારા ટ્રસ્ટનાં પ્રમુખ પ્રમોદ પટેલની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન પ્રમોદ પટેલને ચેક ભાવેશ ધોળકિયા નામના વ્યક્તિએ આપ્યો હોવાનું કબૂલ્યું હતું. ત્યાર બાદ ભાવેશા ધોળકિયાની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી જેમાં શ્રવણ યાદવ નામના વ્યક્તિનું નામ બહાર આવ્યું હતું. જેના કારણે શ્રવણ યાદવની પણ ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી હતી.



શ્રવણ યાદવની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે શ્રવણ મૂંબઈમાં સચિન સાલશ્કર અને ઉમર ફારૂકની મદદથી આવા બનાવટી ચેક બનાવે છે. સચિન સાલશ્કર અને ઉમર ફારૂકને અત્યારે બનાવટી ચેક બનાવવાના ગુનામાં થાણેના માનપાડા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા છે. જેના કારણે તેમની કસ્ટડી લેવા માટે ટ્રાન્સફર ઓર્ડર લઈને તેમની ધરપકડ કરવામાં આવી છે અને આગળની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

- Advertisement -

આ લોકોએ આવી રીતે ઘણા બનાવટી ચેક બનાવ્યા હતા પરંતુ બેંકમાં જમા નથી કરાવ્યા આ એક ચેક બેંકમાં જમા થયો અને તે એટલો ચોક્કસ હતો કે બેંકમાં ક્લિયર પણ થઈ ગયો, પરંતુ રકમ મોટી હોવાને કારણે શંકાના આધારે આ લોકો પકડાઈ ગયા હતા અને તેમની ઘરપકડ કરીને આગળની વધુ માહિતી માટે તપાસ શરૂ કરવામાં આવી છે.




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular