Monday, June 29, 2026
HomeGeneralનાંદોદ રસેલાના પૂર્વ તલાટી-સરપંચની જુગલબંધીએ કાગળ ઉપર રોડ બનાવી સરકારને ચુનો ચોપડ્યો???

નાંદોદ રસેલાના પૂર્વ તલાટી-સરપંચની જુગલબંધીએ કાગળ ઉપર રોડ બનાવી સરકારને ચુનો ચોપડ્યો???

- Advertisement -

વિશાલ મિસ્ત્રી (નવજીવન ન્યૂઝ.રાજપીપળા): નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રસેલા ગ્રામ પંચાયતમાં રોડના કામમાં મોટો ભ્રષ્ટાચારનો એક ગંભીર મામલો સામે આવ્યો છે. રસેલાના પૂર્વ તલાટી-સરપંચની જુગલબંધીએ કાગળ ઉપર રોડ બનાવી સરકારને ચોપડ્યો હોવાનો આક્ષેપ ખુદ ગ્રામજનો લગાવી રહ્યા છે. ત્યારે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર એમની વિરુદ્ધ કાર્યવાહી કરે એવી માંગ ઉઠી છે.

- Advertisement -



રસેલા ગ્રામ પંચાયત હસ્તક રોડના કામમાં સરપંચ અને તલાટીએ ઉચાપત કર્યાના આક્ષેપ સાથે આજે ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, રસેલા ગ્રામ પંચાયતના માજી સરપંચ દલપત વસાવા તથા રસેલાના પૂર્વ તલાટી અલ્પેશ પટેલ દ્વારા રસેલા ગામમાં 14 માં નાણાપંચ હેઠળ રતિલાલ જીકાભાઇના ફળીયામાં સી.સી. રોડનું કામ પુર્ણ થયું હોવાનું બતાવ્યું હતું અને બેંક ઓફ બરોડાના ખાતા.નં.022301000*** માં 1,21,400 રૂપિયા જમા કરાવ્યા હતા. હકીકતમાં એ રોડ બન્યો ન હોવા છતાં માજી સરપંચ દલપત વસાવા તથા રસેલાના પૂર્વ તલાટી અલ્પેશ પટેલ દ્વારા ખોટું વેલ્યુએશન/ કમ્પલીશન સર્ટીફિકેટ બનાવડાવી ગેરરીતી કરી છે. એમના દ્વારા ખોટા સમંતિ તથા ખોટા પૂરાવા, ખોટા બીલો, ખોટા ફોટા અને ખોટો એસ્ટીમેન્ટ રજુ કરી અધિકારીઓની મીલી ભગતથી 1,21,400 રૂપિયાનું બીલ પાસ કરાવી પૈસાની ઉચાપત કરી ગ્રામ પંચાયત રસેલા તથા સરકાર સાથે છેતરપિંડી કરી છે. જેથી આ બંને ઉપર છેતરપિંડી અને ફોજદારી ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવા ગ્રામજનોએ રજૂઆત કરી હતી.

ફક્ત કાગળ ઉપર જ રોડ બનાવી રોડના બીલના પૈસા ચાઉ કરી જનાર રસેલા ગામના માજી સરપંચ દલપત મંગા વસાવા તથા તલાટી અલ્પેશ પટેલ પર કાયદેસરની કાર્યવાહી કરી સખત પગલા લેવાય તેવી રસેલા ગ્રામજનોની માંગણી છે.

- Advertisement -




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular