નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં 12 ફેબ્રુઆરીએ ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનું ફેનિલ નામના યુવકે જાહેરમાં ગળું કાપીને હત્યા કરી હતી, ત્યાર બાદ પોતે પણ દવા પીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. જોકે હોસ્પિટલમાં સારવાર બાદ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. કામરેજ પોલીસ દ્વારા ફેનિલ વિરુદ્ધ IPCની કલમ 302 અંતર્ગત હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં માત્ર ચાર જ દિવસમા પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.
આજે સાંજે 6 વાગ્યે પોલીસ દદ્વારા ગ્રીષ્મા હત્યા કેસમાં 2500 પાનની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. જેમાં 27 જેટલા આઈવિટનેસ અને 190 જેટલા અન્ય સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. સરકારી વકીલ નયન સુખડવાળાએ આ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. પોલીસ દ્વારા સાક્ષીઓના નિવેદનના આધારે આ ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે.
ફેનિલની ધરપકડ બાદ પોલીસ દ્વારા કોર્ટમાં રિમાન્ડની માગણી કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે ફેનિલે હત્યા કરતાં પહેલા હત્યા કેવી રીતે કરવી તે અંગે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું અને અલગ અલગ વેબસાઇટ પર AK-47 ગન કેવી રીતે મેળવવી તે પણ સર્ચ કર્યું હતું. તેમજ ગળું કાપીને હત્યા કેવી રીતે કરવી તેના વિડીયો પણ જોયા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












