Monday, June 29, 2026
HomeGeneralવાનખેડે મુશ્કેલીમાં: આબકારી વિભાગની ફરિયાદ પર IRS અધિકારી સામે કેસ દાખલ, છેતરપિંડી...

વાનખેડે મુશ્કેલીમાં: આબકારી વિભાગની ફરિયાદ પર IRS અધિકારી સામે કેસ દાખલ, છેતરપિંડી કરીને હોટેલ લાયસન્સ લેવાનો આરોપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.મુંબઈ: NCBના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર અને IRS ઓફિસર સમીર વાનખેડેની મુશ્કેલી વધી રહી છે. હવે મહારાષ્ટ્રના આબકારી વિભાગે વાનખેડે વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જેમાં આરોપ લગવામાં આવ્યો છે કે સમીર વાનખેડેએ છેતરપિંડી કરીને સદગુરુ હોટેલ એન્ડ બારનું લાઇસન્સ મેળવ્યું હતું. અગાઉ થાણે કલેક્ટરના આદેશ પર તેનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું.



થાણેના કોપરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, વાનખેડેએ તેની ઉંમર વિશે ખોટા નિવેદનો કરીને હોટેલ અને બાર માટે લાયસન્સ મેળવ્યું હતું. 1996-97માં તે 18 વર્ષથી ઓછી વયનો હતો અને લાઇસન્સ માટે લાયક નહોતો. તેમ છતાં તેણે થાણેની સદગુરુ હોટેલ માટેના તેના કરારમાં મેજર હોવાનો દાવો કર્યો હતો.

સમીર વાનખેડેની સદગુરુ હોટેલ માટે 1997માં ફાઈલ કરવામાં આવેલી લાઇસન્સ અરજીમાં ઉંમરની ખોટી રજૂઆત કરવામાં આવી હતી. થાણેના આબકારી અધિક્ષક અને વાનખેડેના વકીલને સાંભળ્યા બાદ, હોટેલનું લાઇસન્સ રદ કરવા માટે છ પાનાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ બારમાં દારૂ વેચવાની છૂટ હતી.



કલેક્ટરની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે વાનખેડેએ 27 ઓક્ટોબર 1997ના રોજ હોટલ અને બારનું લાઇસન્સ મેળવ્યું હતું. લાઇસન્સ મેળવવા માટે 21 વર્ષની ઉંમર જરૂરી હતી, પરંતુ તે સમયે વાનખેડેની ઉંમર 18 વર્ષથી ઓછી હતી તેથી તેનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular