Monday, June 29, 2026
HomeGeneralઅજિત ડોભાલના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરનાર શખ્સ પર 'મગજ પર નિયંત્રણ'નો એંગલ...

અજિત ડોભાલના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરનાર શખ્સ પર ‘મગજ પર નિયંત્રણ’નો એંગલ સામે આવ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ બુધવારે NSA અજીત ડોભાલના બંગલાની અંદર કાર લઈને ઘૂસવાનો પ્રયાસ કરનાર વ્યક્તિને લઈને અજીબોગરીબ વાતો સામે આવી રહી છે. જો કે આ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલ વ્યક્તિએ આ કેસ વિશે એક વિચિત્ર નિવેદન આપ્યું હતું. આ કારણે દિલ્હી પોલીસને તેની માનસિક સ્થિતિની તપાસ કરવી પડી હતી.

દિલ્હી પોલીસે ગૃહમંત્રાલયને મોકલેલા રિપોર્ટ અનુસાર શંકાસ્પદની ઓળખ બેંગ્લુરુના 43 વર્ષીય શક્તિધર રેડ્ડી તરીકે થઈ છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે “શંકાસ્પદ વ્યક્તિએ માનસિક અસ્થિરતાને અનુરૂપ વર્તન દર્શાવ્યું છે”. એવું લાગે છે કે તેના મન અને શરીરને એક તકનીકનો ઉપયોગ કરીને નિયંત્રિત કરવામાં આવી રહ્યા છે જેનો ઉપયોગ મોટાભાગે ચીન અને યુ.એસ. દ્વારા કરવામાં આવે છે.

- Advertisement -



પૂછપરછ દરમિયાન, શંકાસ્પદ વ્યક્તિએ ખુલાસો કર્યો હતો કે તેણે તેની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે NSA અજિત ડોવાલ અને સંગઠનો સહિત ઘણા અધિકારીઓને મળવાનો પ્રયાસ કર્યો હતો. અગાઉ પણ તેણે બેંગાલુરુ પોલીસ કમિશનરને આવી જ ફરિયાદ નોંધાવી હોવાનું બહાર આવ્યું હતું, જેની તપાસ એક વરિષ્ઠ અધિકારીએ કરી હતી.

ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, તેઓ 13 ફેબ્રુઆરીએ દિલ્હી આવ્યા હતા અને નોઈડાના સેક્ટર 63 સ્થિત જિંજર હોટલમાં રોકાયા હતા. તેમના જણાવ્યા અનુસાર, આરોપીએ લાલ મહિન્દ્રા એક્સયુવી ભાડે લીધી હતી અને બુધવારે આવાસમાં બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular