Monday, June 29, 2026
HomeGeneralભારતીય યુવતી સાથે ગ્લેન મેક્સવેલે લગ્ન કરશે, લગ્ન કંકોતરી સોશયીલ મીડિયામાં થઈ...

ભારતીય યુવતી સાથે ગ્લેન મેક્સવેલે લગ્ન કરશે, લગ્ન કંકોતરી સોશયીલ મીડિયામાં થઈ વાયરલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ખેલાડી અને આઇપીએલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડી ગ્લેન મેક્સવેલ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. ભારતીય મૂળની વિની રમન સાથે લગ્ન કરી શકે છે. વિન્ની અને મેક્સવેલના લગ્નનું એક કાર્ડ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. જો કે હજુ સુધી બંને તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.





મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિની અને મેક્સવેલ 2017થી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ પછી બંનેએ ફેબ્રુઆરી 2020માં સગાઈ કરી લીધી. હવે સમાચાર વાઈરલ થયા છે કે બંને માર્ચમાં મેલબોર્નમાં પારંપરિક તમિલ રિવાજો અનુસાર લગ્ન કરશે.

વિન્ની ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રહે છે. તેની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ મુજબ તે એક ફાર્માસિસ્ટ છે. વિનીનો પરિવાર ચેન્નાઈનો છે. જોકે તેનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો હતો અને ત્યાંથી અભ્યાસ કર્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયામાં ફાર્મસીનો અભ્યાસ પણ કર્યો હતો. વિનીના પિતા વેંકટ રમણ અને માતા વિજય લક્ષ્મી તેના જન્મ પહેલા ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સમાચાર મુજબ વિની અને મેક્સવેલ તમિલ બ્રાહ્મણ સ્ટાઈલથી લગ્ન કરશે. આમાં ઘણા આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને આમંત્રિત કરવામાં આવશે. મેક્સવેલ હાલમાં IPLની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો ભાગ છે. તેને આઈપીએલમાં ટીમે 11 કરોડ રૂપિયામાં ખરીદ્યો રાખ્યો છે.



- Advertisement -

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ : Facebook | Twitter | Instagram



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular