Sunday, June 28, 2026
HomeGeneralમોદીએ મહારાષ્ટ્રના ગૃહ મંત્રીને કહ્યું તમારી ટીમને અમદાવાદ મોકલો અભિવાદન કરવાનું છે

મોદીએ મહારાષ્ટ્રના ગૃહ મંત્રીને કહ્યું તમારી ટીમને અમદાવાદ મોકલો અભિવાદન કરવાનું છે

- Advertisement -

નિકુંજ પટેલ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): અમદાવાદના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ઉપયોગમાં લેવાયેલી ચોરીની કાર પરથી મુખ્ય સૂત્રધારને ઝડપી લેનાર અને પહેલી વખત ઇન્ડિયન મુજાહિદ્ મોડ્યુલનો પર્દાફાશ કરનાર મુંબઈ પોલીસને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પાંચ લાખના ઇનામની જાહેરાત કરી હતી. એટલું જ નહીં મોદી મહારાષ્ટ્રના તે સમયના ગૃહમંત્રી આર પાટીલને ફોન કરીને કહ્યું હતું કે તમારી ટીમને અમદાવાદ મોકલો અમે તેમનું અભિવાદન કરીશું.



- Advertisement -

અમદાવાદના બ્લાસ્ટમાં શા માટે વેગન આર કાર પસંદ કરાઈ?

અમદાવાદના સિરિયલ બ્લાસ્ટમાં વેગન આર કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ રિયાઝ ભટકલ બ્લાસ્ટમાં મોટી ખુવારી થાય અને જાનમાલને નુકસાન થાય તેવું ઈચ્છતો હતો. આ માટે તેણે તેના સાગરિતોને વેગન આર કાર ચોરી કરવા સૂચના આપી હતી. આ કારમાં ડેકી મોટી હોવાથી ગેસના બાટલા અને વિસ્ફોટક સામગ્રી વધુ પ્રમાણમાં ભરી શકાય તેવી વ્યવસ્થાને લઈને આવું કરવામાં આવ્યું હતું. અફઝલ ઉસ્માની અને તેના સાગરિતોએ કારની ડેકીમાં એલપીજી ગેસ સાથે વિસ્ફોટક સામગ્રી ગોઠવી દીધી હતી. જેમાં એલપીજી (તે સમયે CNG ના હોવાથી) ગેસના બાટલા લગાવાયા હતા.

અફઝલ ઉસ્માની એ ભાગતા પહેલા AC વેઈટિંગ રૂમ ના રજીસ્ટરમાં પોતાનું નામ સંજય લખાવ્યું

- Advertisement -

25 જુલાઈ ૨૦૦૮ના રોજ વહેલી સવારે સાડા પાંચ વાગ્યે ઊઠી ગયો રિઝવાન અને લાંબુ નામના શખ્સો બીજા અન્ય પાંચ શખ્સો સાથે તેના રૂમમાં આવ્યા લંબુ એ બંને વેગનઆર કારના ફોટો તેના મોબાઇલમાં લઈ લીધા તેણે અફઝલ ઉસ્માનીને બપોરે બે વાગ્યા સુધીમાં કામ કરી નાખવાનું છે એમ જણાવ્યું. બાદમાં અફઝલે તેનો રૂમ છોડી દીધો અને રિઝવાન તેને છોડવા રેલવે સ્ટેશન પહોંચ્યો જ્યાં તેણે અફઝલને અમદાવાદ-દિલ્હી રાજધાની એક્સપ્રેસની બે ટિકિટ આપી. આ ટિકિટમાં ૩ નામ હતા. ત્યારબાદ અફઝલ ઉસ્માની રેલવે સ્ટેશનના એસી waiting રૂમમાં પહોંચ્યો તેણે પોતાનું નામ સંજય લખાવ્યું રાજધાની એક્સપ્રેસમાં અફઝલ ઉસ્માની 27 જુલાઇના રોજ દિલ્હી પહોંચ્યો સવારે ઊઠીને તેણે સ્ટેશન પરથી પેપર લીધું ત્યારે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા હોવાના પણ સુરતમાં કોઈ બ્લાસ્ટ થયા ના હોવાના સમાચાર વાંચીને તે ચોંકી ઉઠ્યો હતો.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular