Saturday, August 29, 2026
HomeGeneralAMC સંચાલિત પાર્કિંગ પ્લોટમાં લાગી આગ, પાર્ક કરાયેલા સાધનો બળીને ખાખ થયા

AMC સંચાલિત પાર્કિંગ પ્લોટમાં લાગી આગ, પાર્ક કરાયેલા સાધનો બળીને ખાખ થયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં અવાર-નવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે આજે સવારે ગોતા બ્રિજની પાસે આવેલા AMC સંચાલિત પાર્કિંગ પ્લોટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગવાના કારણે પાર્કિંગમાં પાર્ક કરેલા મોટી સંખ્યામાં ટુ-વ્હીલર વાહનો આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગવાના પગલે તાત્કાલિક ફાયરબ્રિગેડની ટિમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ કરવાનું કામ શરૂ કર્યું હતું.



જે પાર્કિંગ પ્લોટમાં આગ લાગી હતી તે AMC સંચાલિત પાર્કિંગ પ્લોટ છે. આગમાં પાર્કિંગ પ્લોટમાં પાર્ક કરાયેલા 50 જેટલા સાધનો બળીને ખાખ થઈ ગયા હતા. જેના કારણે વાહન ચાલકોને ભારે નુકસાન થયું છે. આગ લાગવાના કારણે ગોતા બ્રિજ પર મોટા પ્રમાણમાં ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા.

ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયરબ્રિગેડની ટીમ આગ પર કાબૂ કરવા માટે ઘટનાસ્થળે પહોંચી આપ પર કાબૂ કરવાનું કાર્ય શરૂ કર્યું હતું. આગમાં ગોતા બ્રિજ પાસે આવેલા પાર્કિંગમાં આગ લાગવાને કારણે અંદર પાર્ક કરેલા મોટા ભાગના વાહનો સળગી ગયા હતા. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

- Advertisement -





- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular