Saturday, April 25, 2026
HomeGeneralસુરતમાં ફરી એક હત્યાનો કિસ્સો સામે આવ્યો, પુત્રની હત્યા થતાં વિધવા માતા...

સુરતમાં ફરી એક હત્યાનો કિસ્સો સામે આવ્યો, પુત્રની હત્યા થતાં વિધવા માતા શોકાતુર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં વધુ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. ગઇકાલે સુરતના રાંદેર વિસ્તારમાં રહેતો એક યુવક ઘરેથી નીકળ્યો તેના થોડા સમય પછી પરિવારને કોલ આવ્યો કે યુવકની ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી છે. આવા સમાચાર મળતાં જ પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. આ ઘટનાના પગલે રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ સુરતનાં રાંદેર વિસ્તારમાં રવિ સોલંકી નામના એક યુવકની ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી છે. રવિ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો અને પોતાની વિધવા માતાને ઘર ચલાવવામાં મદદ કરતો હતો. તેના પરિવારમાં નાનો ભાઈ અને એક વિધવા માતા છે. યુવકની માતા એક ખાનગી હોસ્પીટલમાં આયા તરીકે નોકરી કરીને ઘર ચલાવે છે. પુત્રની હત્યાના સમચાર સાંભળીને યુવકના માતા તૂટી પડ્યા હતા.

- Advertisement -



રવિ નોકરી પરથી પરત આવીને માતાને કહ્યું કે હું 10 મિનિટમાં પાછો આવું છું તેવું કહીને ઘરેથી નીકળ્યો હતો, લાંબા સમય સુધી તે ઘરે ન આવતા તેની માતાએ રવિને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ કરી ન શક્ય, ત્યાર બાદ થોડા સમયમાં રવિના મિત્રનો ફોન આવ્યો અને પરિવારને જણાવ્યુ કે રવિની હત્યા થઈ ગઈ છે. આ વાત સાંભળીને રવિના માતા શોકાતુર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થાત જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે સીએચએચ મહિના અગાઉ રવિને અક્ષય નામના એક યુવક સાથે કોઈ બાબતે ઝગડો થયો હતો જેની અંગત અદાવતમાં આ હત્યા કરાઇ હોય તેવી શંકા છે, જેની તપાસ આગળ ચાલી રહી છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular