Saturday, April 25, 2026
HomeGeneral'બે ધારાસભ્યો જ આખું અમદાવાદ ચલાવે છે: મહિલા કોર્પોરેટરએ કર્યા આવા આક્ષેપો...

‘બે ધારાસભ્યો જ આખું અમદાવાદ ચલાવે છે: મહિલા કોર્પોરેટરએ કર્યા આવા આક્ષેપો VIDEO

- Advertisement -

નવજીવન ન્યૂઝ,અમદાવાદ: અમદાવાદના દાણીલીમડા વિસ્તારના કોંગ્રેસના મહિલા કોર્પોર્ટરે સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરીને નામ કહ્યા વગર બે ધારાસભ્ય પર આક્ષેપ કર્યા છે. જો કે તાજેતરમાં જ તાંત્રિકવિધીનો ઓડિયો ક્લિપ વાઇરલ થયો હતો. જેમાં ધારાસભ્ય અને એએમસી વિપક્ષના નેતાનો ખાતમો બોલાવવાની વાતચીત તાંત્રિક સાથે કરવામાં આવી હતી. આ ઓડિયો વાઇરલ થયા બાદ કોંગ્રેસે આ મહિલા કોર્પોરેટરને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધી હતી. કોંગ્રેસમાં અંદરો-અંદરનો વિખવાદ હવે ચરમ સીમાએ પહોંચી ગયો તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.



કોર્પોરેટર જમના વેગડાએ સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં જણાવે છે કે મને નોટિસ આપ્યા વગર પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે તે અંગે હું ખુલાસો કરું છું, છેલ્લા બે દિવસથી બે ઓડિયો ક્લિપ ચાલે છે, તે ઓડિયોના કારણે મારી કોઈ પણ જાતની સફાઈ કે બચાવનો પક્ષ રાખવાનો સમય આપ્યા વગર પક્ષે મને સસ્પેન્ડ કરી દીધી છે. દેશના બંધારણમાં કસાબ જેવા આતંકવાદીને પણ પોતાનો પક્ષ મૂકવા માટે સમય આપવામાં આવ્યો હતો.

વધુમાં જણાવતા કહ્યું કે, કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે બે ચોક્કસ વ્યક્તિના દબાણમાં આવીને આવું પગલું તેવું લાગે છે. અમદાવાદ શહેર કોંગ્રેસમાં બે જ ધારાસભ્ય આખું અમદાવાદ ચલાવતા હોય તેવું લાગી રહ્યું છે. હું છેલ્લા 35વર્ષથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલી છું. જે સમય મારા ઘર, પરિવાર અને બાળકોને આપવાનો હતો તે કોંગ્રેસ પાર્ટીને આપ્યો હતો.

- Advertisement -

ભૂતકાળમાં નેતાઓએ ઓફિસની તોડફોત પણ કરી હતી. કોંગ્રેસના જ નેતાઓએ કોંગ્રેસના ઉમેદવારોને હરાવવાની પેરવી કરી છે. એએમસી 2021ની ચૂંટણીમાં મને પણ હરાવવાના પ્રયાસો થયા હતા, જેમાં ડમી ઇવીએમ બહાર ટેબલ પર રાખી મારા નામ અને નંબર પર લાલ કલરની પટ્ટી લગાવી મને હરાવવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો. એ સમયે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વને જાણ કરી હતી. કોંગ્રેસમાં જ રહેલા ભાજપના એજન્ટોએ આ વાત દબાવી દીધી હતી. કોંગ્રેસ પક્ષે ભલે મને સસ્પેન્ડ કરી હોય, પરંતુ હું કોંગ્રેસી છું. પ્રિયંકા ગાંધીજીએ નારો આપ્યો છે- લડકી હૂં લડ શકતી હૂં. કોંગ્રેસમાં ફ્ક્ત એક જ વ્યક્તિ મહિલા વિરોધી છે, અને તે ધારાસભ્ય સારી રીતે જાણે છે કે જો હું તેમને ખોટી રીતે નહીં ફસાવ તો આવનરી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ જમનાબેનને ટિકિટ આપીને મારૂ રાજકારણ જોખમમાં મુકાઇ જશે.



વર્ષ 2017માં મે વિધાનસભાની ટિકિટની દાવેદારી કરી હતી ત્યારે પણ કોંગ્રેસના જ ધારાસભ્ય મને જાત-જાતની ધમકીઓ આપી બિવડાવવાની કોશિશ કરી હતી. 2021માં એએમસી વિરોધ પક્ષની દાવેદારી કરી ત્યાર બાદથી ત્યારે ખાઈપીને મારી પાછળ પડી ગયા હતા. તાંત્રિકવિધી ઓડિયોનો આધાર લઈ મને ફસાવવાનું કાવતરું કર્યું હોય તેવું લાગે છે, મારી સાથે મારા સાથી કોર્પોરેટર્સને પણ આવનાર દિવસોમાં ફસાવે તો નવાઈ નહીં, તેમના પ્રયત્ન ચાલુ જ છે.

ઉલ્લેખનીય છે કે મહિલા કોર્પોરેટ દ્વારા બે ધારાસભ્ય પર કરાયેલા આક્ષેપો કઈ નવા નથી. જો કે અગાઉ પણ આ ‘રંગા-બિલ્લા’ની જોડીની જિદ્દના કારણે અમદાવાદમાં 48માંથી 24 બેઠક પર આવી ગઈ હોવાનું ખુદ કોંગ્રેસના જ એક જુથનું માનવું હતું.

- Advertisement -




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular