તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ.રાજકોટ): : સમાજમાં કેટલાક સફળતાના કિસ્સાઓ સમગ્ર સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પુરું પાડતા હોય છે. તેવો જ કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. જેના પરથી જાણી શકાય છે કે, કેવી રીતે બાળકો ગરીબીમાં પણ અભ્યાસ કરીને સફળતા મેળવતા હોય છે. છેલ્લા 2 દાયકાથી રાજકોટમાં રહેતા રહેમતુલ્લા શેખના પુત્ર તોશિફ શેખે પોતાની મહેનતના પરીણામ રુપે ભાવનગર મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવામાં સફળતા મેળવી છે. આ ઘટના સામાન્ય છે તેમ છતાં સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓ માટે ઉદાહરણ પૂરું પડતો કિસ્સો છે.
તોશિફના પિતા રહેમતુલ્લા ઘરમાં આવકનો એક માત્ર સ્ત્રોત છે. કોઈ મોટી આવક નહીં હોવાથી દિવસ-રાત મહેનત કરી બાળકને શિક્ષિત બનાવ્યો. પુત્ર તોશિફે પણ પિતાની મહેનત-મજૂરીની કમાણીને ન્યાય આપવા માટે મહેનત કરી સફળ થવાનો દ્રઢ નિશ્ચય કર્યો હતો. તોશિફે ડોકટર બની લોક સેવાનું સ્વપ્ન પણ જોયું છે, જે સરાહનિય બાબત કહી શકાય.
પરિવારની નબળી આર્થિક પરિસ્થિતિમાં પણ પરિવારે તોશિફના શિક્ષણમાં પુરતું ધ્યાન આપ્યું. જેના પરિણામ રૂપે હવે પરિવારનો દિકરો તોશિફ ડોકટર બનવા જઈ રહ્યો છે. આગામી સમયમાં ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં એડમીશન મેળવવામાં પણ તોશિફ સફળ રહ્યો છે. પોતાનો ડોક્ટર તરીકેનો અભ્યાસ પૂરો કરીને જ્યારે તોશિફ ડોક્ટર બનશે ત્યારે પણ તેણે ગરીબ પરિવારોને મદદ કરવાનો નિર્ણય કર્યો છે.
સાડા ચાર વર્ષ સુધી સખત મહેનત કરી MBBSમાં ભાવનગરની સરકારી મેડિકલ સ્થાન પામ્યા બાદ તોશિફ જણાવે છે કે, “MBBS ડોકટર બન્યા બાદ ઉચ્ચ અભ્યાસ માટેની તૈયારી કરવા સાથે જ રાજકોટના પછાત વિસ્તારમાં મફત સેવા આપવા માટે એક નાનુ ક્લિનિક બનાવનું મારૂ સ્વપ્ન છે.”
તોશિફના પિતા રહેમતુલ્લા આ બાબતે જણાવે છે કે, આગામી સમયમાં ભણતર ખૂબ જ જરૂરી છે કોઈ પણ ભોગે પોતાના બાળકોને શિક્ષણ મેળવવાની અને અપાવવાની પણ તેમને અપિલ કરી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












