Friday, April 24, 2026
HomeGeneralVIDEO: DySP જે.ડી.પુરોહિતે માંગરોળમાંથી વિદાય લેતા પહેલા એવું તો શું કહ્યું કે...

VIDEO: DySP જે.ડી.પુરોહિતે માંગરોળમાંથી વિદાય લેતા પહેલા એવું તો શું કહ્યું કે હિન્દુ-મુસ્લિમોએ તેમને વધાવી લીધા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.માંગરોળ: ગુજરાતમાં થોડા દિવસ અગાઉ અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં ફરજ બજાવતા DySPની બદલી કરવામાં આવી હતી. આ બદલી પૈકી માંગરોળના dysp જે.ડી.પુરોહિતની પણ બદલી કરવામાં આવી છે. જે.ડી.પુરોહિતની સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં વિભાગીય પોલીસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારે માંગરોળના કેટલાક સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા તેમનો વિદાય સમારંભ આયોજિત કરવામાં આવ્યો હતો.

DySP જે.ડી.પુરોહિતે માંગરોળ છોડતા પહેલા માંગરોળના સામાજિક આગેવાનો અને સ્થાનિક પત્રકારોને અભિનંદન પાઠવ્યા હતા તેમજ તેમણે માંગરોળ માટે જે છાપ પોતાના મનમાં લઈને આવ્યા હતા તેનાથી તદ્દન વિપરીત છાપ લઈને માંગરોળ છોડી રહ્યા હોવાનું તેમણે જણાવ્યુ હતું. ઉપરાંત તેમણે માંગરોળમાં 2 વર્ષના પોતાના સમયકાળ દરમિયાનની કેટલીક ધટનાઓ પણ યાદ કરી હતી.

- Advertisement -





તેમણે આ સમારંભમાં જણાવ્યુ હતું કે, “2 વર્ષ પહેલા જ્યારે મારી બદલી માંગરોળ થઈ ત્યારે લોકો પાસેથી સાંભળવા મળ્યું હતું કે અહિયાં મોટા પ્રમાણમાં દંગા થતાં હોય છે, જેના કારણે મારા મનમાં પણ માંગરોળ આવતા પહેલા એવી જ છાપ હતી અને હું મારી કારમાં હંમેશા સેફ્ટી ગન, જેકેટ, હેલ્મેટ અને દંડો રાખવાની પાઇલોટ અને કમાન્ડોને સલાહ આપતો હતો અને અવાર-નવાર ચેક પણ કરતો હતો. પરંતુ અહિયાં આવ્યા પછી અહિયાના લોકોની કોમી એકતા જોઈને હું પ્રભાવિત થયો છું અને માંગરોળ અંગે મારા વિચાર બદલાયા છે. મારા બે વર્ષના કાર્યકાળમાં કોઈ દિવસ એવું નથી બન્યું કે મારે અડધી રાતે મારા પાઇલોટ કે કમાન્ડોને કહેવું પડ્યું હોય કે કોઈ જગ્યાએ દંગા થયા છે તો આપણે ત્યાં જવું પડશે. હવે હું જે માંગરોળની છાપ લઈને જાઉં છું, જ્યારે કોઈ મને એવું કહેશે કે માંગરોળ તો આવું છે ત્યારે હું તરત ઊભો થઈશ અને કહિસ કે આ વાત ખોટી છે.”

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “ગામમાં જ્યારે કોઈ પણ ઘટના બને તો લગભગ પોલીસને અંદર આવવાનું થતું જ નથી, ગામના આગેવાનો જ મોટાભાગે સમાધાન કરવી લેતા હોય છે. બધા આગેવાનો પાસે મારો મોબાઈલ નંબર છે અને દરેકને છૂટ આપવામાં આવી હતી કે જ્યારે પણ કોઈ સમસ્યા હોય કે તકલીફ હોય તો અડધી રાતે પણ મારા ઘરે આવી શકે છે. પત્રકાર મિત્રોનો પણ મને એટલો સપોર્ટ રહ્યો છે. ગામમાં બનતી દરેક ઘટના પર પોલીસનું ધ્યાન ન હોય પણ ગામમાં નાનામાં નાની ઘટનાની પણ પત્રકારો મને અપડેટ આપતા હતા અને હું તેના પર ધ્યાન આપતો હતો.”



- Advertisement -

તેમણે થોડા સમય અગાઉની ઘટના યાદ કર્તા જણાવ્યુ હતું કે, “માંગરોળના એક વેપારીએ ડીવાયએસપી મને ફોન કરી જાણકારી આપી કે, તેમના વિસ્તારમાં છેલ્લા એક દોઢ મહિનાથી એક પાગલ સ્ત્રી રસ્તા ઉપર ફરી રહી છે, પણ તે ગર્ભવતી હોય તેવું હવે લાગી રહ્યું છે. આ જાણકારી મળતા જ અમે મહિલા પોલીસ સાથે સ્ટાફને મોકલી તે સ્ત્રીને પોલીસ સ્ટેશન લઈ આવવાની સૂચના આપી. પોલીસ સ્ટેશન લાવવામાં આવેલી સ્ત્રીને જોતા જ તેની શારિરીક રચનાને જોતા તે ગર્ભવતી હોવાનું અનુમાન હતું. ત્યાર બાદ આ મહિલાની તપસ કરીને તેને જુનાગઢ હોસ્પીટલમાં લઈ જવામાં આવી અને તપસ બાદ તેને પરિવાર સાથે મળવવામાં આવી હતી. જો આ જાણકારી મને એક સામાન્ય માણસ પાસેથી ન મળી હોત તો હું આ મહિલાની મદદ ન કરી શક્યો હોત.”

બીજી એક ઘટનાને યાદ કર્તા તેમણે કહ્યું કે, “થોડા સમય અગાઉ એક બસ અને ટ્રકનો અકસ્માત થયો હતો. ઘટનાની જાણ થતાં હું ત્યાં પહોંચી ગ્યો અને જોયું તો દરેક વ્યક્તિ એક બીજાની મદદ કરવામાં લાગ્યા હતા કોઈ ધર્મ કે જતી પૂછ્યા વગર લોકો ઘાયલ વ્યક્તિઓની મદદ કરી રહ્યા હતા. આ એકતા છે માંગરોળની.આવી જૃતે કોમી એકતા જાળવી રાખજો એવી મારી આપ સૌને વિનંતી છે.”



- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular