Tuesday, November 3, 2026
HomeGujaratAhmedabadસ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એસી કેબિનમાં બેઠા-બેઠા ખુલ્લા આકાશ અને નયનરમ્ય દૃશ્યોનો...

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એસી કેબિનમાં બેઠા-બેઠા ખુલ્લા આકાશ અને નયનરમ્ય દૃશ્યોનો આનંદ માણી શકશે તેવી બસ સેવા શરૂ

- Advertisement -

AC Vistadome coaches introduced at the Statue of Unity : ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ આપવા અને પ્રવાસીઓને યાદગાર અનુભવ કરાવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) ના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ અને ગુજરાત ટુરિઝમ દ્વારા એક વિશેષ સંયુક્ત પહેલ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત, ભારતમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબની કુલ 5 વિશિષ્ટ ‘એસી વિસ્ટાડોમ કોચ’ (AC Vistadome Coach) બસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે પૈકી 2 બસ શરૂ કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ પહેલી વિસ્ટાડોમ બસનું લોકાર્પણ કર્યું હતું અને વિસ્ટાડોમ બસની સફર પણ માણી હતી.

આ આધુનિક બસોમાં પારદર્શક સ્કાય-વ્યૂ રૂફ- ટ્રાન્સપરન્ટ રૂફ ડોમ ડિઝાઇન આપવામાં આવી છે. જેનાથી પ્રવાસીઓ આરામદાયક એસી કેબિનમાં બેઠા-બેઠા ખુલ્લા આકાશ અને આસપાસના નયનરમ્ય દૃશ્યોનો આનંદ માણી શકશે. આ બસોમાં પ્રવાસીઓની સુવિધા માટે રિવોલ્વિંગ અને ફુલ્લી એડજસ્ટેબલ રિક્લાઇનિંગ સીટ્સવાળી કુલ 23 સીટો તથા ડ્રાઇવર માટેની બેઠક ક્ષમતા ધરાવે છે.

- Advertisement -

આ ઉપરાંત નાગરિકો માટે પ્રીમિયમ એલ.ઇ.ડી. સ્માર્ટ ટી.વી., સીસીટીવી કેમેરા, કોફી-ટી મેકિંગ મશીન, મિની ફ્રિજ અને મોબાઇલ ચાર્જિંગ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે તેમાં અત્યાધુનિક ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ અને ઇમરજન્સી હેમર સાથેના ટફન ગ્લાસની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

નાગરિકો રાજ્યના અલગ અલગ પ્રવાસન સ્થળોની મુલાકાત વધુ આકર્ષક રીતે માણી શકે તે હેતુથી આગામી સમયમાં ગુજરાતના અન્ય પ્રવાસન સ્થળો અને હેરિટેજ રૂટ્સ પર પણ આ પ્રકારની બસ સેવા તબક્કાવાર શરૂ કરવામાં આવશે તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular