નવજીવન ન્યુઝ. ભરુચ: ભરુચમાં ગઈકાલ રાત્રે ખાનગી બસની અડફેટે એક વ્યક્તિનું મોત થતાં ઘટના સ્થળે ટોળું એકત્રિત થઈ ગયું હતું. જો કે ઉશ્કેરાયેલુ ટોળું બેકાબૂ બનતા માર્ગ ઉપર ચક્કાજામ કરી અકસ્માત કરનાર લકઝરી બસમાં તોડફોડ કરી તેને આગ લગાવી દીધી હતી.જો કે બસ કર્મચારી અને મુસાફરો જીવ બચાવવા સમયસર બસમાંથી ઉતારી ગયા હતા. કિશન ભરવાડની હત્યા વચ્ચે આ ઘટનાને લઈ ભરૂચમાં જોતજોતામાં અફવા બજારમાં ફરતા વાતાવરણ ગરમાયું હતું.

પ્રાપ્ત માહિત અનુસાર, ભરુચના શેરપુરા ગામની નજીક દહેજ બાયપાસ રોડ પર ખાનગી કંપનીની લક્ઝરીએ 55વર્ષના રૂસ્તમ આદમ માંચવાલાને અડફેટે લેતા તેનું મોત નીપજયું હતું. જ્યારે રૂસ્તમ એક બસમાંથી નીચે ઉતરી રહ્યા હતા તે દરમિયાન બીજી બસની ટક્કરથી ઘટના સ્થળ પર જ મોત થયું હતું. રૂસ્તમ પોતે પણ લક્ઝરી બસનો ડ્રાઈવર હતો. રૂસ્તમ ઘરે જમવા જવા માટે બસ સાઈડમાં ઊભી રાખી નીચે ઉતરી રહ્યો હતો ત્યારે પાછળથી આવી રહેલી બસની અડફેટે આવી ગયો હતો.

અકસ્માત બાદ અંદાજિત 2000 જેટલા લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. તે દરમિયાન અકસ્માત કરનાર ડ્રાઈવર અને ટોળાં વચ્ચે મગજમારી થઈ ગઈ હતી. મામલો વધુ ઉગ્ર બનતા ટોળાંએ બસમાં તોડફોડ કરી આગ ચાપી હતી. જો કે અકસ્માતના કારણે ઉશ્કેરાયેલા ટોળાંએ તેજ કંપનીની અન્ય બસ ત્યાંથી પસાર થતાં તેને પણ આગ લગાવી દીધી હતી. જો કે સમયસર બસકર્મી અને મુસાફર બહાર આવી જતાં જાનહાનિ ટળી હતી.
સમગ્ર બનાવની જાણ પોલીસને થતાં ભરુચ એ ડિવિઝન સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો આવી ગયો હતો અને ટોળાંને વિખવા માટેનો પ્રયાસ કર્યો હતો. ફાયરની ટિમએ ઘટના સ્થળ પર આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ બને બસ બળીને રાખ થઈ ગઈ હતી. આ બનાવના લીધે દહેજ,જંબુસર હાઇવે અને ભરૂચ તરફથી આવતો ટ્રાફિક પણ અટકી ગયો હતો. રસ્તા ઉપર બન્ને તરફ વાહનોની લાંબી કતારો થઈ ગઈ હતી.
કિશન ભરવાડ હત્યા કેસ બાદ ગુજરાતનું વાતાવરણ ગરમાયું છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં શહેર પોલીસ અફવાઓથી દૂર રહેવા અપીલ કરી રહ્યા છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












