Sunday, April 26, 2026
HomeGeneralચૂંટણી પહેલા નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે સામાન્ય બજેટ, ટેક્સની જાહેરાત પર...

ચૂંટણી પહેલા નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે સામાન્ય બજેટ, ટેક્સની જાહેરાત પર સામાન્ય લોકોની નજર

- Advertisement -

નવજીવન ન્યુઝ.નવીદિલ્હી: બજેટ સત્ર સોમવારથી શરૂ થયું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણ મંગળવારે કેન્દ્રીય બજેટ 2022-23 રજૂ કરશે. સીતારમણ મોદી સરકારના બીજા કાર્યકાળનું ચોથું બજેટ કરશે. કોરોના મહામારી અને તેની સામે ઊભા થયેલા પડકારોનો સામનો કરી રહેલી અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ વધારી શકે છે.



દેશના પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં આ મહિનાથી વિધાનસભાની ચૂંટણીઓ શરૂ થઈ રહી છે. આ જોતાં સરકારનું ફોકસ ચૂંટણીવાળા રાજ્યો પર પણ રહેશે.આ બજેટ વિધાનસભાની ચૂંટણીના થોડા દિવસો પહેલા આવી રહ્યું છે, તેથી ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રમાં ખર્ચમાં વધારો થવાની આશા વધી રહી છે.

બજેટમાં સામાન્ય માણસની નજર સૌથી વધુ આવકવેરા મુક્તિ (ઇન્કમ ટેક્સ મુક્તિ) પર છે. નાણા પ્રધાન સીતારમણ આવકવેરાના દરોમાં ફેરફાર કરશે કે નહીં તે સ્પષ્ટ નથી, ઘણા લોકો રોજિંદા વસ્તુઓની વધતી કિંમતો વચ્ચે આવકવેરા મુક્તિ મર્યાદાને રૂ. 2.5 લાખથી વધારવાની અપેક્ષા રાખે છે.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular