Gyanesh Kumar Election Commission of India Social Media Profiles:
છેલ્લા કેટલાક સમયથી Special Intensive Revision એટલે કે SIRને લઈને ચૂંટણી પંચ અને વિપક્ષ વચ્ચે સતત આક્ષેપ-પ્રતિઆક્ષેપ ચાલી રહ્યા છે. આ સમગ્ર વિવાદ વચ્ચે હવે ચૂંટણી પંચના સોશિયલ મીડિયા હેન્ડલ્સને લઈને પણ એક રસપ્રદ બાબત ધ્યાન ખેંચી રહી છે.
છેલ્લા કેટલાક દિવસોની Election Commission of Indiaની official સોશિયલ મીડિયા પોસ્ટ્સ તપાસીએ તો Chief Election Commissioner Gyanesh Kumarની તસવીરો અને વીડિયો અગાઉની સરખામણીએ ઓછી જોવા મળે છે. ખાસ કરીને 26 સપ્ટેમ્બર 2026ના રોજ થયેલી ECIની બેઠક બાદના official social-media updatesમાં Gyanesh Kumarની હાજરી અંગેની pattern ચર્ચાનો વિષય બને તેમ છે. 26 સપ્ટેમ્બરની ECIની બેઠકમાં CEC Gyanesh Kumar ઉપરાંત Election Commissioners Sukhbir Singh Sandhu અને Vivek Joshi પણ હાજર રહ્યા હતા અને ECIએ આ બેઠક અંગે official update જાહેર કર્યો હતો.
પરંતુ ત્યારબાદના દિવસોમાં ECIના official social-media હેન્ડલ્સ પર Gyanesh Kumarની તસવીરો કે વીડિયો અગાઉની જેમ સતત જોવા મળે છે કે નહીં, તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. અહીં એક બાબત સ્પષ્ટ કરવી જરૂરી છે કે માત્ર સોશિયલ મીડિયા પોસ્ટમાં કોઈ વ્યક્તિની તસવીર ન હોવાના આધારે ચૂંટણી પંચે CEC Gyanesh Kumarથી અંતર કર્યું છે એવો નિષ્કર્ષ કાઢી શકાય નહીં, પરંતુ આ બાબત શું કોઈ બીજો અણસાર તો નથી આપી રહીને? તે સવાલ પણ થાય. અહીં આપ આ બાબતને સરળતાથી સમજી શકો તે માટે અમારા દ્વારા સ્ક્રીન રેકોર્ડીંગના માધ્યમથી આપને તે સ્થિતિને સમજાવવાનો પ્રયત્ન કરાયો છે.

સોશિયલ મીડિયા પર કોઈ અધિકારીની તસવીર મુકવી કે નહીં તે પાછળ અનેક સંપાદકીય, પ્રોટોકોલ અથવા કાર્યક્રમ સંબંધિત કારણો હોઈ શકે છે. SIRને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આ observation સ્વાભાવિક રીતે ચર્ચા ઊભી કરે છે. જોકે, ECIએ આ ચોક્કસ સોશિયલ મીડિયા pattern અંગે કોઈ અલગથી કારણ જાહેર કર્યું હોવાનું હાલ સામે આવ્યું નથી.
એટલે હાલમાં સૌથી મોટો સવાલ એ જ છે—26 સપ્ટેમ્બર બાદ ECIના સોશિયલ મીડિયા updatesમાં CEC Gyanesh Kumarની હાજરી ઓછી કેમ જોવા મળી રહી છે? આ સવાલનો સત્તાવાર જવાબ ચૂંટણી પંચ તરફથી આવે ત્યારે જ આ બાબત પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે. ત્યાં સુધી આને એક નોંધપાત્ર સોશિયલ મીડિયા observation અને પ્રશ્ન તરીકે જોવું જ યોગ્ય રહેશે.








