Monday, September 28, 2026
HomeBusinessવર્લ્ડસ્કિલ્સ શાંઘાઈ 2026માં ભારત 10મા ક્રમે, ગુજરાતની વિધી સહિત ઘણાએ વગાડ્યો ડંકો

વર્લ્ડસ્કિલ્સ શાંઘાઈ 2026માં ભારત 10મા ક્રમે, ગુજરાતની વિધી સહિત ઘણાએ વગાડ્યો ડંકો

- Advertisement -
વર્લ્ડસ્કિલ્સ શાંઘાઈ 2026માં ભારત 10મા ક્રમે, 6 સિલ્વર મેડલ અને 20 ‘મેડલ ફોર એક્સલન્સ’ મેળવ્યા

worldskills shanghai 2026, Gujaratis got awards: અમદાવાદ/શાંઘાઈ, 28 સપ્ટેમ્બર 2026: ચીનના શાંઘાઈમાં યોજાયેલી 48મી ‘વર્લ્ડસ્કિલ્સ કોમ્પિટિશન, શાંઘાઈ 2026’માં ભારતે 10મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારતે આ આંતરરાષ્ટ્રીય કૌશલ્ય સ્પર્ધામાં 6 સિલ્વર મેડલ અને 20 ‘મેડલ ફોર એક્સલન્સ’ મેળવ્યા છે. આ અગાઉ વર્લ્ડસ્કિલ્સ લિયોન 2024માં ભારત ચાર બ્રોન્ઝ મેડલ અને 12 ‘મેડલ ફોર એક્સલન્સ’ સાથે 13મા ક્રમે રહ્યું હતું.

શાંઘાઈમાં ભારતને મળેલા 6 સિલ્વર મેડલમાં સ્મૃતિ નામ્બિયારે બેકરીમાં, મોહમ્મદ સલામે ડેન્ટલ પ્રોસ્થેટિક્સમાં, કોવિદ અજય ગંગરાડે ડિજિટલ ઇન્ટરેક્ટિવ મીડિયા ડિઝાઇનમાં, પાર્થ વોહરાએ ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇન ટેક્નોલોજીમાં, મેહરુનિસા બેગમે લોજિસ્ટિક્સ અને ફ્રેટ ફોરવર્ડિંગમાં તથા સાનિયા જોશીએ રિટેલ સેલ્સમાં સિલ્વર મેડલ જીત્યા છે.

- Advertisement -

આ ઉપરાંત ભારતે ટેક્નિકલ, ઇન્ડસ્ટ્રિયલ, ડિજિટલ, ક્રિએટિવ અને સેવા ક્ષેત્રની વિવિધ કેટેગરીમાં 20 ‘મેડલ ફોર એક્સલન્સ’ મેળવ્યા છે. તેમાં ગુજરાતની વિધિ નીરવ કુમાર સુથારે ફેશન ટેક્નોલોજી કેટેગરીમાં ‘મેડલ ફોર એક્સલન્સ’ મેળવ્યું છે.

23થી 26 સપ્ટેમ્બર દરમિયાન ચાર દિવસ સુધી ચાલેલી આ સ્પર્ધા બાદ 27 સપ્ટેમ્બરે શાંઘાઈમાં યોજાયેલા સમાપન સમારોહમાં વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારોહમાં ટેક્નિકલ કુશળતા, નવીનતા, ચોકસાઈ અને કારીગરીનું સન્માન કરવામાં આવ્યું હતું. વિશ્વભરમાંથી આવેલા સ્પર્ધકો, આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળો, નિષ્ણાતો અને ઉદ્યોગ પ્રતિનિધિઓએ તેમાં ભાગ લીધો હતો.

ટીમ ઇન્ડિયાના પ્રદર્શન અંગે ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તથા શિક્ષણ રાજ્ય મંત્રી જયંત ચૌધરીએ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વર્લ્ડસ્કિલ્સ શાંઘાઈ 2026માં 6 સિલ્વર મેડલ અને 20 ‘મેડલ ફોર એક્સલન્સ’ સાથેનું ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન વૈશ્વિક કૌશલ્ય ક્ષેત્રે ભારતની સફરમાં મહત્વપૂર્ણ પ્રગતિ દર્શાવે છે. તેમના જણાવ્યા મુજબ, અગાઉના પ્રદર્શન કરતાં વધુ સારું પરિણામ મેળવીને ભારતીય યુવા સ્પર્ધકોએ દેશની કુશળ પ્રતિભાની વધતી તાકાત અને સ્પર્ધાત્મકતા દર્શાવી છે.

- Advertisement -

જયંત ચૌધરીએ આ સિદ્ધિમાં યોગદાન આપનાર સ્પર્ધકો, નિષ્ણાતો, પ્રશિક્ષકો અને ઉદ્યોગ ભાગીદારોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે મેડલ ઉપરાંત ભારતીય યુવાનોએ આત્મવિશ્વાસ, દૃઢ નિશ્ચય અને શ્રેષ્ઠતા સાથે વૈશ્વિક મંચ પર દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે.

ભારતની આ સિદ્ધિ માટે યુવા સ્પર્ધકોની મહિનાઓ સુધીની સઘન તૈયારી, વિશિષ્ટ તાલીમ, માર્ગદર્શન અને આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્કિંગને મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું છે. ‘મેડલ ફોર એક્સલન્સ’ એવા સ્પર્ધકોને આપવામાં આવે છે, જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાપિત વર્લ્ડસ્કિલ્સના ધોરણોની તુલનામાં ઉચ્ચ સ્તરની વ્યાવસાયિક કુશળતા દર્શાવે છે.

આ વર્ષની સ્પર્ધામાં ભારતે 11 નવી અને ઉભરતી કૌશલ્ય કેટેગરીમાં પણ ભાગ લીધો હતો. તેમાં ડેન્ટલ પ્રોસ્થેટિક્સ, ડિજિટલ ઇન્ટરેક્ટિવ મીડિયા ડિઝાઇન, ઇન્ટેલિજન્ટ સિક્યોરિટી ટેક્નોલોજી, લેન્ડસ્કેપ ગાર્ડનિંગ, ઓપ્ટોઇલેક્ટ્રોનિક ટેક્નોલોજી, રિટેલ સેલ્સ, અનમેન્ડ એરિયલ સિસ્ટમ્સ, ઔદ્યોગિક મિકેનિક્સ, સોફ્ટવેર ટેસ્ટિંગ, હેવી વ્હીકલ ટેક્નોલોજી અને એરક્રાફ્ટ મેન્ટેનન્સનો સમાવેશ થાય છે.

- Advertisement -

આ કેટેગરીઓમાં ભારતની ભાગીદારીને દેશની કૌશલ્ય વિકાસ વ્યવસ્થામાં થઈ રહેલા પરિવર્તન સાથે જોડવામાં આવી છે, જેમાં ભવિષ્યલક્ષી વ્યવસાયો, નવી ટેક્નોલોજી અને ઉદ્યોગ આધારિત ક્ષમતાઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

વર્લ્ડસ્કિલ્સ શાંઘાઈ દરમિયાન ભારતીય સ્પર્ધકો અને નિષ્ણાતોને વૈશ્વિક વ્યાવસાયિક ધોરણો, ઉભરતી ટેક્નોલોજી અને આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પદ્ધતિઓ અંગે અનુભવ મેળવવાની તક મળી હતી. આ અનુભવ ભારતની તાલીમ અને મૂલ્યાંકન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં ઉપયોગી થઈ શકે છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular