Monday, September 28, 2026
HomeGujaratસુરતની વધુ એક ઘટનાઃ ચોર પોતે જ ફસાઈ ગયા અને બચાવવા લગાવવી...

સુરતની વધુ એક ઘટનાઃ ચોર પોતે જ ફસાઈ ગયા અને બચાવવા લગાવવી પડી બૂમો

- Advertisement -

Surat Crime News: સુરતમાં હમણાં જ એક ચોર બારીની ગ્રીલમાંથી બહાર નીકળવા જતા એવો ફસાયો હતો કે તેને કાઢવા માટે ગ્રીલ કટ કરવી પડી હતી. આવી જ વધુ એક ઘટના સુરતમાં બની છે. ખટોદરા વિસ્તારમાં આવી જ એક ઘટના બની જેમાં ચોર ફસાઈ જતા લોકોમાં હસી છૂટી ગઈ હતી. લોકોએ તેમને બહાર કાઢવા ફાયર વિભાગની મદદ લીધી હતી. જેમાં તેમને આખરે બચાવાયા હતા. જોકે બચીને તુરંત તેમને પોલીસને હવાલે કરતા તેમને ધરપકડ પણ કરવામાં આવી હતી.

અગાઉ સુરતમાં થોડા જ દિવસો પહેલા સુરતના નાના વરાછા વિસ્તારમાં રાજારામ નગર સોસાયટીમાં એક NRI ના બંધ બંગલામાં ચોરી કરવા ગયેલો શખ્સ બારીની ગ્રીલમાં ફસાઈ ગયો હતો. એવી રીતે ફસાયો હતો કે ના એ બહાર નીકળી શકે ના તે અંદર પાછો જઈ શકે. આખરે બચાવવા માટેની બુમરાણ કરતા આસપાસના લોકો પણ ત્યાં આવી ગયા અને લોકોએ તેને મેથી પાક પણ આપ્યો હતો. આખરે પોલીસે મદદ કરી હતી અને તેને ત્યાંથી છોડાવ્યો હતો.

- Advertisement -

આવી જ એક ઘટના હવે સુરતમાં બની છે, પાંડેસરા વિસ્તારમાં આવેલી આશાપુરી સોસાયટીમાં રહેતો એક શખ્સ રોશન બિન બહાદુર સહાની અને તેનો એક સગીર સાથી રવિવારે સાંજે ચોરી કરવા ખટોદરા વિસ્તારમાં આવેલી જીઆઈડીસીના એક બંધ કારખાનાને નિશાન બનાવી ત્યાં ચોરી કરવા ગયા હતા.

રવિવારે ચોરી છૂપે કારખાનામાં ઘૂસી ગયા અને અંધારામાં તેઓ ચોરી કરવા જ્યાં ઘૂસ્યા ત્યાંથી તેમને પછી ખબર પડી નહીં કે તેઓ કયા રસ્તે અંદર આવ્યા હતા અને ત્યાંથી બહાર નીકળવા ક્યાં જવું. આમ તેમ ફાંફા માર્યા. ઘણા પ્રયાસો કર્યા પરંતુ તેમને જરા પણ ખબર પડી નહીં. અંતે તેઓ ગભરાઈ ગયા અને તેમણે ત્યાં બારીમાંથી નીચે જે લોકો દેખાયા તેમને બચાવો બચાવોની બુમો લગાવી.

લોકો પણ અંધારામાં ક્યાં બુમો પડી રહી છે તે વિચારમાં પડ્યા. આખરે લોકોને અંદાજ આવ્યો કે આ બંધ કારખાનામાંથી કોઈ બુમો પાડી રહ્યું છે. લોકોએ તેમને બહાર કાઢવા કંટ્રોલ રૂમમાં ફોન લગાવ્યો અને ત્યાં ફારય વિભાગ અને પોલીસ બંને આવી પહોંચ્યા આખરે તેમને ગ્રીક કટ કરીને બહાર કઢાયા પણ બહાર કઢાઈને સીધા પોલીસને હવાલે પણ કરવામાં આવ્યા છે. ચોરોની આ હાલત જોઈને ત્યાં લોકો પણ હસી પડ્યા હતા.

- Advertisement -

(અગાઉ બનેલી ઘટનાના સમાચાર વાંચવા અહીં ક્લીક કરો- ચોર ફસાયો જાળીમાં, સુરતીઓ જોવા ટોળે વળ્યા)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular