Monday, September 21, 2026
HomeNational'પ્લીઝ, છેલ્લીવાર છોડી દો…' બિહારની દીકરી સાથે હેવાનો જેવું વર્તન, Video વાયરલ...

‘પ્લીઝ, છેલ્લીવાર છોડી દો…’ બિહારની દીકરી સાથે હેવાનો જેવું વર્તન, Video વાયરલ થયા બાદ 3 આરોપી ઝડપાયા, સોશ્યલ મીડિયા પર પણ વીડિયો બેફામ

- Advertisement -

Bihar Jamui viral video Molestation: બિહારના જમુઈમાં બે સગીર મિત્રો સાથે રસ્તા પર કથિત રીતે મારપીટ અને ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મામલો ચર્ચામાં આવ્યો છે. વીડિયોમાં કેટલાક લોકો બંને સગીરોને ઘેરીને તેમની સાથે દલીલ કરતા અને મારપીટ કરતા જોવા મળે છે. આ દરમિયાન યુવતી હાથ જોડીને તેમને છોડી દેવાની વિનંતી કરતી જોવા મળે છે. વીડિયો વાયરલ થયા પછી આ વીડિયોને લઈને લોકોએ સોશ્યલ મીડિયા પર ન્યાયની માગ કરી હતી. આ મામલામાં ત્રણ વ્યક્તિ પોલીસના હાથે ઝડપાયા હોવાની વિગતો મળી રહી છે. જોકે સોશ્યલ મીડિયા પર ન્યાય માગતા લોકોએ દીકરીનો ચહેરો જાહેરમાં મુકી દીધો છે જેને કારણે દીકરીને આગામી સમયમાં સમસ્યા થવાની સંભાવના છે. દીકરીનો ચહેરો જાહેરમાં મુકતા પહેલા આ ન્યાય માગતા લોકોએ દીકરી પર શું વિતશે જ્યારે તે પોતાના શહેર, જિલ્લા, રાજ્ય અને દેશમાં આવા વીડિયો સાથે પહોંચશે. જોકે આ વીડિયો અહીં દર્શાવ્યો નથી.

વીડિયોમાં જોવા મળે છે કે કેટલાક લોકોએ બે સગીર બાળકોને ઘેરી લીધા છે. તેમની સાથે પૂછપરછ અને દલીલ કરવામાં આવી રહી છે. આ દરમિયાન મોઢા પર દુપટ્ટો બાંધેલો એક વ્યક્તિ યુવતી સાથે કથિત રીતે ગેરવર્તન કરતો જોવા મળે છે. યુવક તેને બચાવવાનો પ્રયાસ કરે છે ત્યારે તેની શર્ટ ખેંચવામાં આવે છે અને ભીડ દ્વારા તેની સાથે મારપીટ કરવામાં આવે છે. ઘટનાસ્થળે કેટલાક લોકો વીડિયો પણ બનાવી રહ્યા હતા.

- Advertisement -

વીડિયોમાં યુવતી હાથ જોડીને ‘પ્લીઝ છેલ્લી વાર છોડી દો’ કહીને વિનંતી કરતી જોવા મળે છે. તે પોતે યુવકની બેસ્ટ ફ્રેન્ડ હોવાનું કહે છે. ત્યારબાદ યુવક પણ બંને એક જ જગ્યાએ અભ્યાસ કરતા હોવાનું કહીને તેમને છોડી દેવાની વિનંતી કરતો સંભળાય છે. ભીડમાંથી પરિવાર સાથે વાત કરાવવાની અને મોબાઇલ ત્યાં જ મૂકીને જવાની વાત પણ સંભળાય છે.

આ ઘટના 19 સપ્ટેમ્બરની સાંજની હોવાનું જણાવવામાં આવ્યું છે. વીડિયો વાયરલ થયા બાદ મામલો સામે આવ્યો હતો. ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને સગીર યુવતી તથા યુવક સાથે થયેલા કથિત ગેરવર્તન સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

જમુઈના પોલીસ અધિક્ષક (SP) વિશ્વજીત દયાલે જણાવ્યું કે વાયરલ વીડિયોમાં દેખાતા વાહનના નંબરના આધારે પીડિત યુવક અને યુવતીને શોધી કાઢવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના બે દિવસ જૂની હતી, પરંતુ તે સમય સુધી બંને પીડિતોએ પોલીસમાં કોઈ ફરિયાદ કરી નહોતી. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે બંનેનો સંપર્ક કર્યો હતો.

- Advertisement -

પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને દૂર કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. SPએ કહ્યું કે બંને પીડિત એક જ કોચિંગ સંસ્થામાં અભ્યાસ કરે છે. જોકે, કેટલાક વ્યક્તિગત કારણોસર અન્ય માહિતી જાહેર કરવામાં આવી નથી.જમુઈના સાંસદ અરુણ ભારતીના જણાવ્યા અનુસાર, આવી ઘટના સ્વીકારી શકાય તેવી નથી અને પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ ઘટનાને અત્યંત વિચલિત કરનારી ગણાવી અને વીડિયોના આધારે ઓળખાયેલા આરોપીઓ સામે પોક્સો એક્ટની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

રાજ્ય મહિલા આયોગની અધ્યક્ષ અપ્સરાએ પણ યુવતીઓ અને મહિલાઓ સાથે આ પ્રકારનું વર્તન કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય ન હોવાનું જણાવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, આયોગે જમુઈના જિલ્લા અધિકારી પાસેથી સમગ્ર મામલાની વિગતવાર માહિતી માંગી છે અને આરોપીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular