Monday, April 27, 2026
HomeGeneralજામનગરમાં એક શખ્સ વ્હેલ માછલીની ઉલટી સાથે ઝડપાયોઃ માર્કેટ વેલ્યુ છે અંદાજે...

જામનગરમાં એક શખ્સ વ્હેલ માછલીની ઉલટી સાથે ઝડપાયોઃ માર્કેટ વેલ્યુ છે અંદાજે 1 કરોડ જેટલી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.જામનગરઃ જામનગરમાં એક શખ્સ પ્રતિબંધિત વહેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે ઝડપાયો છે. 830 ગ્રામ વજન થાય તેટલી વ્હેલની ઉલટી કે જેને વૈજ્ઞાનિકો તરતું સોનું પણ કહે છે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેની અંદાજીત વેલ્યૂ 1 કરોડ જેટલી થવા જાય છે તેની સાથે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. જામનગર એસઓજી દ્વારા આ શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે.




જામનગર એસઓજીએ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના સૂચનોને આધારે એસઓજી પીઆઈ એસ એસ નિનામા અને પીએસઆઈ આર વી વીંછીના માર્ગદર્શન નીચે પીએસઆઈ વી કે ગઢવી 29મીએ જામનગર વિસ્તારમાં સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા દરમિયાન પીએસઆઈ ગઢવી અને હે. કો. સંદીપ દિનેશભાઈ ચુડાસમાને બાતમી મળી હતી અને તે આધારે તેમણે જામનગર પટેલ કોલોની શેરી નં. 9 પાવનડેરી વાળી ગલીમાં ભાવેશગીરી અરવિંદગીરી ગોસ્વામી (રહે. યોગેશ્વરનગર તિરુપતિ મહાદેવ મંદિર પાસે, જામખંભાળીયા)ને દુર્લભ એવી વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) જેવા સુગંધીત શંકાસ્પદ પદાર્થ સાથે પકડી પાડ્યો હતો. જેનું વજન હતું 830 ગ્રામ અને જેની બજાર કિંમત આશરે એકાદ કરોડ જેટલી ગણી શકાય. પોલીસે તેની પ્રાથમિક પુછપરછ કરતાં તે એમ્બરગ્રીસ હોવાનું જાણવા મળ્યું હતું.




જોકે પોલીસે વધુ નક્કર પુરાવા એકત્ર કરવાને પગલે આ મળી આવેલા પદાર્થને એફએસએલની તપાસ અર્થે મોકલ્યા હતા, ઉપરાંત આ શખ્સની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આ એમ્બરગ્રીસ એક મીણ જેવો પદાર્થ હોય છે જે સંરક્ષિત પ્રતાતી સ્પર્મ વ્હેલના પાચન તંત્રમાં હોય છે, આ વહેલ જે ખોરાક ખાય છે તે કડક અને મીણ જેવો બને છે, જે તેના પેટમાં બનીને પાચન થયા વગર ઉલટી વાટે બહાર આવે છે જેની અત્યંત તીવ્ર ગંધ હોય છે. જે તાજું હોય તેનો રંગ પીળો હોય છે. આ ચરબીયુક્ત હોય છે પણ જેમ જેમ તે જુનુ થાય તેમ મીણ જેવું બની જાય છે. સામાન્ય રીતે આ ગંધ એક મીઠી સુગંધ હોય તેવું હોય છે. આ મટીરીયલ માર્કેટમાં ઉંચા ભાવે વેચાય છે. અગાઉ તેનો ઉપયોગ ખોરાક, આલ્કોહોલ વાળા પીણા, તમાકુ વગેરેને સ્વાદ આપવા માટે થતો હતો જોકે હવે તેનો આ માટે ભાગ્યે જ ઉપયોગ થાય છે, ઉપરાંત તેને કામોત્તેજક પણ માનવામાં આવે છે અને કેટલીક દવાઓમાં પણ વપરાય છે. દુનિયાના 40 દેશોમાં હજુ પણ આ ઉલટીના વેચાણ પર પ્રતિબંધ છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular