પ્રશાંત દયાળ (નવજીવન.અમદાવાદ): માણસ પાસે પ્રશ્નનો કોઈ અંત નથી, પણ આપણે કલ્પના પણ કરી શકીએ નહીં તેવા પ્રશ્નો લોકોની જીંદગીમાં હોય છે, જો કે દરેક પ્રશ્ન કાયદો અને વ્યવસ્થાનો હોતો નથી, છતાં પોલીસ સામે આવનાર તમામ પોતાના પ્રશ્નનો ઉત્તર પોલીસ પાસેથી મળશે તેવુ માને છે, આવુ જ કઈક અમદાવાદમાં ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા પ્રેમસુખ ડેલુ સાથે બન્યુ તાજેતરમાં એક અંધ વ્યકિત ડીસીપી ડેલુને મળવા આવી હતી, તેમની ફરિયાદ હતી કે તેમનો દિકરો તેમને પરેશાન કરે છે, આ વાત સાંભળતા ડીસીપી ડેલુને ગુસ્સો આવ્યો આવ્યો પણ આ અંધ વ્યકિતએ ડીસીપીને વિનંતી કરી કે સાહેબ મારા દિકરો મને પરેશાન કરે છે, પણ તેને તમે તેને કઈ કરતા નહીં બસ તે મને પરેશાન કરવાનું બંધ કરે એટલી જ મદદ જોઈએ છે.
અમદાવાદની એક સામાજીક સંસ્થામાં નોકરી કરતા ગુણવંતભાઈની કઠણાઈ તો જન્મની સાથે શરૂ થઈ હતી, તેઓ જન્મથી પ્રજ્ઞાચક્ષુ હતા, આમ છતાં ભણવાની ધગશને કારણે તેમણે પોતાનો અભ્યાસ પુરો કર્યો અને એક સંસ્થામાં નોકરી પણ મળી લગ્ન થયા અને સંતાનમાં એક દિકરો અને દી કરી થઈ.
જેમણે દુનિયાના કોઈ રંગ જ જોયા નથી તેવા ગુણવંતભાઈને હતું કે તેમના સંતાનની જીંદગીમાં ખુશીના સાત રંગ હોય, સમય પસાર થયો ગુણવંતભાઈએ પોતાની દીકરીના લગ્ન પણ કરાવ્યા, પરંતુ કોરાનાનું ચક્ર ફર્યુ અને ગુણવંતભાઈએ પોતાની પત્ની ગુમાવી દીધી, આમ તો દિકરો હવે તેમનો આધાર હતો પણ વાસ્તાવમાં તેવુ ન્હોતુ, દિકરો જે પણ કામ કરે તેમાં પૈસા મુકવા સિવાય તેનું કોઈ કામ ન્હોતુ.
જે ઉમંરમાં પિતા પુત્રને સહારો માનવા જોઈએ જે ઉમંરે દિકરો રોજ પિતા પાસે પૈસાની ઉઘરાણી કરતો રહ્યો, બજારમાં દેવુ થાય એટલે દિકરો પિતાને ધમકી આપી તો કયારેક મરી જવાની ચીમકી આપી પિતા પાસે પૈસા લઈ જતો. આમ કરતા કરતા ગુણવંતભાઈએ દિકરાને પંદર લાખ રૂપિયા આપ્યા તેમને હતું કે એક દિવસ સારો આવશે પણ તેવુ થયુ નહીં દિકરાની દાદાગીરી અને ધમકી વધતી ગઈ આખરે મન કઠણ કરી ગુણવંતભાઈ એક પરિચીતની મદદ લઈ ડીસીપી પ્રેમસુખ ડેલુ પાસે પહોંચ્યા, તેમણે પોતાની આપવીતી કહી, ડીસીપીએ ત્યા હાજર પોલીસ અધિકારીને કહ્યુ ગુનો દાખલ કરો પણ તરત ગુણવંતભાઈએ કહ્યુ સાહેબ ગુનો દાખલ કરતા નહીં દિકરો તો મારો છેને , બસ તે મને પરેશાન કરે નહીં તેવી વ્યવસ્થા કરો.
ગુણવંતભાઈ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતા હોવાને કારણે ડીસીપી પ્રેમસુખ ડેલુએ તરત વેજલપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓને બોલાવ્યા અને ગુણવંતભાઈને કઈ રીતે તેમના દિકરાની પરેશાનીમાંથી છુટકારો મળે તે જોઈ લેવાની સૂચના આપી,
વેજલપુર પોલીસના અધિકારીઓ તેમને પોલીસ સ્ટેશન લઈ ગયા અને તેમના દિકરાને પોલીસ સ્ટેશન બોલાવી તેને સમજાય તે ભાષામાં ગુણવંતભાઈને પરેશાન નહીં કરવા કહ્યું પુત્ર પાસે પોલીસે લેખિતમાં માફી પણ મંગાવી અને વેજલપુરના પોલીસ અધિકારીએ પોતાનો અંગત ફોન નંબર પણ ગુણવંતભાઈને આપી કહ્યું હવે અડધી રાતે પણ મદદની જરૂર પડે તો અમને ફોન કરજો. આમ આ પ્રશ્ન કાયદો અને વ્યવસ્થાનો ન્હોતો છતાં એક માણસની જીંદગીની પરેશાનીનો હતો, જેમાં પોલીસ અધિકારીએ માનવીય અભીગમ દાખવ્યો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












