Pentagon subjects top military officials to polygraphs : ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલાં યુદ્ધ (US Iran War) ની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની સેનાના અધિકારીઓએ યુદ્ધની ગુપ્ત માહિતી લીક કરી (US military officials leaked war secrets) દેતા ડોનાલ્ડ ટ્રમ્પ ભારે ગુસ્સામાં છે. ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ (The New York Times) ના એક અહેવાલ મુજબ, યુએસ આર્મીના સંયુક્ત સ્ટાફના મિલેટ્રી ઑફિસર્સ અને સિવિલયન સ્ટાફને પૂછવામાં આવ્યું હતું કે, શું તેમણે પત્રકારોને સંવેદનશીલ માહિતી લીક કરી છે ? ઇતિહાસમાં પ્રથમ વખત યુએસ સરકારના તપાસકર્તાઓએ 50 ઉચ્ચ-સ્તરીય યુએસ લશ્કરી અધિકારીઓ પર મોટા પાયે પોલીગ્રાફ પરીક્ષણો (લાઇ ડિટેક્ટર ટેસ્ટ) કર્યા છે.
ગત ઓગસ્ટ મહિનામાં હાથ ધરવામાં આવેલા પોલીગ્રાફ પરીક્ષણોનો હેતુ ખાનગી માહિતી જાહેર કરનારા વ્યક્તિઓને ઓળખવાનો અને ભવિષ્યમાં આવું કરી શકે તેવા લોકોને ચેતવણી આપવાનો હતો. લાંબા અંતરની મિસાઇલો અને પેટ્રિઅટ ઇન્ટરસેપ્ટર જેવા શસ્ત્રોની અછતના અસંખ્ય અહેવાલો મીડિયામાં લીક થયા બાદ પોલીગ્રાફ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા. અમેરિકામાં ઈરાન યુદ્ધ સાથે જોડાયેલી ગુપ્ત માહિતી લીક થવાની તપાસ તેજ બની છે. ટેસ્ટ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે શું તેમણે ઈરાન યુદ્ધ સાથે જોડાયેલી ગુપ્ત માહિતી મીડિયા સાથે સંકળાયેલા લોકોને આપી હતી. તેમને એ પણ પૂછવામાં આવ્યું કે શું તેમણે અમેરિકાના હથિયારો અને દારૂગોળાના ઘટતા ભંડાર સાથે સંબંધિત કોઈ માહિતી બહાર શેર કરી હતી.
પેન્ટાગોનના પ્રવક્તા સીન પાર્નેલે (Sean Parnell Pentagon spokesman) એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વિભાગ આંતરિક કર્મચારીઓની બાબતો અથવા તપાસ પર ટિપ્પણી કરતું નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત વર્ગીકૃત માહિતીના લીકને ખૂબ જ ગંભીરતાથી લે છે અને તે મુજબ તપાસ કરે છે.” તેમણે ઉમેર્યું હતું કે, “યુનાઇટેડ સ્ટેટ્સ અને વિશ્વભરમાં આપણા સૈનિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે વર્ગીકૃત માહિતી સુરક્ષિત કરવી મહત્વપૂર્ણ છે.”
ગત 5 મેના રોજથી યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથે (Pete Hegseth US Secretary of Defense) ઈરાન યુદ્ધ અંગે કોઈ પ્રેસ બ્રીફિંગ યોજી નથી અને પેન્ટાગોનમાં પ્રેસ ઍક્સેસને પણ પ્રતિબંધિત કરી છે.








