Saturday, September 5, 2026
HomeInternationalPakistan : નાની બહેનને TikTok પર વધુ ફોલોઅર્સ મળતા મોટી બહેન ગિન્નાઈ,...

Pakistan : નાની બહેનને TikTok પર વધુ ફોલોઅર્સ મળતા મોટી બહેન ગિન્નાઈ, ચોરીનો આરોપ લગાવી હત્યા કરી નાંખી

- Advertisement -

Sister kills sister over TikTok follower count in Pakistan : સોશિયલ મીડિયા પર ફોલોઅર્સની સરખામણી લઈને ક્યારેક કોઈ ડીપ્રેશનમાં આવી જાય છે તો ક્યારેક કોઈ ગુસ્સે થઈ જાય છે. પાકિસ્તાનમાં TikTok પર વધુ ફોલોઅર્સને લઈને બે બહેનો વચ્ચે થયેલા વિવાદમાં હત્યાનો બનાવ બન્યો છે. મોટી બહેને નાની બહેન પર ફોલોઅર્સ ચોરી કરવાનો આરોપ (Allegations of stealing TikTok followers) લગાવ્યો હતો. ફોલોઅર્સની સંખ્યાને લઈને ગુસ્સો એટલો વધી ગયો કે આખરે કડવાશએ નાની બહેનનો જીવ લઈ લીધો છે.

પાકિસ્તાનમાં TikTok ફોલોઅર્સ મેળવવા માટે બે બહેનો વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે મોટી બહેને નાની બહેનને છરી મારીને મારી નાંખી છે. આ ઘટના મંગળવારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગુજરાવાલા જિલ્લામાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, 18 વર્ષની કૈનાતે તેની 15 વર્ષની બહેન ઝોબિયાની ઈર્ષ્યા કરતી હતી. કારણ કે, તેના TikTok પર વધુ ફોલોઅર્સ હતા. તેણે તેની નાની બહેન પર તેના ફોલોઅર્સ ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. બહેનોના પિતા અબ્દુલ શકૂરે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. શકૂરે ફરિયાદમાં દર્શાવ્યું છે કે, તેમની બે પુત્રીઓ આર્થિક રીતે સદ્ધર થવાની ગણતરીમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી હતી. ટિકટોક ફોલોઅર્સની સંખ્યાને લઈને ઝઘડો એ હદ સુધી વધી ગયો કે કૈનાતે રસોડાની છરી ઉપાડી અને તેની નાની બહેનની પીઠમાં છરી મારી હત્યા કરી હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular