Friday, August 21, 2026
HomeGujaratઅરવલ્લી : મોડાસામાં બે બાખડતા આખલાએ બાળકને અડફેટે લેતા આંખ અને શરીરે...

અરવલ્લી : મોડાસામાં બે બાખડતા આખલાએ બાળકને અડફેટે લેતા આંખ અને શરીરે ગંભીર ઈજાઓ

- Advertisement -

જય અમીન (નવજીવન ન્યૂઝ.અરવલ્લી): અરવલ્લી જિલ્લાના મોડાસા નગરમાં રખડતા પશુઓનો આતંક જોવા મળ્યો ગરીબ નવાઝ સોસાયટીમાં આખલાની ટક્કરે ૭ વર્ષનો બાળક ગંભીર રીતે ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો

મોડાસા નગરમાં રખડતા ઢોરનો ત્રાસ દિન-પ્રતિદિન વકરી રહ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. તંત્ર દ્વારા દાખવવામાં આવતી અળગાપણું અને આંખ આડા કાન કરવાની નીતિને કારણે અકસ્માતોની શ્રેણી સતત વધી રહી છે. જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા કે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.​આ બેદરકારી વચ્ચે ગુરુવારે રાત્રે આશરે 9 વાગ્યાના અરસામાં નગરના ગરીબ નવાઝ સોસાયટી વિસ્તારમાં એક ઘટના બની હતી. રસ્તા પર બે રખડતા પશુઓ અંદરોઅંદર લડી રહ્યા હતા. પશુઓની બાખડપટ્ટી દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલો ૭ વર્ષનો માસૂમ બાળક તેમની અડફેટે આવી ગયો હતો. પશુઓની જોરદાર ટક્કર વાગતાં બાળકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.​ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત બાળકને લોહીલુહાણ હાલતમાં ખાનગી વાહન મારફતે સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બાળકની ગંભીર સ્થિતિને પગલે તેના પરિવારજનો ચિંતિત બન્યા હતા.​

- Advertisement -

આ ઘટના બાદ સ્થાનિક લોકો અને બાળકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિજનોએ વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા માંગ કરી છે કે, નગરમાંથી રખડતા પશુઓને તાત્કાલિક પાંજરે પૂરીને દૂર કરવામાં આવે, જેથી અન્ય કોઈ નિર્દોષ નાગરિક કે બાળક આવા અકસ્માતનો ભોગ ન બને.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular