Friday, August 21, 2026
HomeGujaratDGP સાહેબ દારૂ પકડવા કહે છે અને પોલીસ પૈસા માટે દારૂનો ધંધો...

DGP સાહેબ દારૂ પકડવા કહે છે અને પોલીસ પૈસા માટે દારૂનો ધંધો શરૂ કરવા દબાણ કરે છે, ACBએ આવા જ એકને પકડ્યો

- Advertisement -

Amreli ASI caught taking bribe : 18 ઓગસ્ટના રોજ ભાવનગરમાં લઠ્ઠાકાંડ (Hooch Tragedy Bhavnagar) સર્જાયો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવતાની સાથે જ રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિકે પ્રોહિબિશન ડ્રાઈવનો આદેશ (DGP G S Malik orders prohibition drive) આપી દીધો. લઠ્ઠાકાંડ બાદ ગુજરાત પોલીસ ઠેર-ઠેર દેશી-વિદેશી દારૂના કેસો કરવામાં લાગી ગઈ હતી ત્યારે અમરેલી જિલ્લાનો એક એએસઆઈ બુટલેગર પાસેથી 5 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે. પકડાયેલા આરોપીએ રૂપિયા માટે દારૂનો ધંધો શરૂ કરવા એક શખસ પર દબાણ પણ કર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલીના સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન (Savarkundla Rural Police Station) ની હદમાં અગાઉ દેશી દારૂનો ધંધો કરતા શખસ પાસે એક પોલીસ કર્મચારી પૈસા લેવા દબાણ કરે છે. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનો એએસઆઈ શ્યામ અનંતરાય બગડાએ શરૂઆતમાં 10 હજાર રૂપિયાની લાંચ માગી હતી. દારૂનો ધંધો બંધ કરી દેનારા શખસને ફરીથી દારૂનો ધંધો ચાલુ કરવા એએસઆઈ બગડા દબાણ કરે છે. રૂપિયા નહીં આપે તો ખોટા કેસ કરવાની એએસઆઈ બગડા ધમકી આપે છે ત્યારે આજીજી કરીને 5 હજાર રૂપિયા આપવા માટે શખસ તૈયાર થાય છે. એએસઆઈ શ્યામ બગડાના ત્રાસથી ત્રસ્ત શખસ ACB Toll Free 1064 નંબર પર કોલ કરી મદદ માગે છે. અમરેલી એસીબી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ ટી.એસ. રિઝવી (T S Rizvi PI) એક ટ્રેપ ગોઠવે છે અને તેમાં 39 વર્ષના એએસઆઈ શ્યામ બગડા રૂપિયા 5 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જાય છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular