Wednesday, August 19, 2026
HomeGujaratAhmedabadભાવનગરના બુટલેગરે નકલી દારુ બનાવનારી ટીમને MPથી બોલાવી હતી, 170 બોટલ ગાયબ...

ભાવનગરના બુટલેગરે નકલી દારુ બનાવનારી ટીમને MPથી બોલાવી હતી, 170 બોટલ ગાયબ અને પોલીસ ટેન્શનમાં

- Advertisement -

Liquor Tragedy in Bhavnagar : ગુજરાતમાં ભલે દારૂબંધીનો કહેવાતો કડક કાયદો હોય, પરંતુ અહીં દેશી-વિદેશી આસાનીથી મળી જાય છે. લઠ્ઠાકાંડ જેવી ઘટના બને ત્યારે રાજ્યભરમાં દારૂના અડ્ડાઓ બંધ કરાવી દેવાય છે અને થોડાક દિવસો પછી જૈસે થે. જુગારની રેડમાં ત્રણ યુવાનોના કુવામાં પડી જવાથી મોત થવાની ઘટના ચર્ચામાં આવી તે જ દિવસે ભાવનગરમાં લઠ્ઠાકાંડ (Hooch Tragedy Bhavnagar) સામે આવે છે. ઝેરી વિદેશી દારૂ પીવાથી 4 પ્યાસીઓના મોત થયા છે. શરૂઆતમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ‘રોયલ સ્ટેગ’ બ્રાંડની બોટલો મધ્યપ્રદેશ ખાતેથી આવી છે. વાસ્તવમાં ભાવનગરના વરતેજમાં બુટલેગરે મધ્યપ્રદેશથી દારૂ બનાવનારી ટીમને બોલાવી હતી અને 300 બોટલ નકલી દારૂ બનાવ્યો (Fake IMFL made in Bhavnagar) હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે.

ઝેરી દારૂ પીવાથી ઇન્દોર મધ્યપ્રદેશના વતની નરેન્દ્રસિંહ યાદવનું ગઈકાલે મંગળવારે મોત (Death due to poisonous liquor) થયું હતું. નરેન્દ્ર યાદવના મોત બાદ તેનો પરિવાર મૃતદેહ લઈને વતન ચાલ્યો ગયો હતો. ત્યારબાદ ઝેરી દારૂની અસર અન્ય લોકોને થઈ હોવાની જાણકારી મળતા ભાવનગર જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઝેરી દારૂ પીવાથી ઉપેન્દ્રસિંહ ગોહિલ, કનકસિંહ ગોહિલ અને કાર્તિક મકવાણાના પણ મોત થયા છે. લઠ્ઠાકાંડની ઘટના સામે આવતા રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) એ મંગળવારે રાતે અમદાવાદ એરપોર્ટ ખાતે ડીજીપી જી.એસ. મલિક (G S Malik), આઈબીના વડા અશોકકુમાર તેમજ અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત (Anupam Singh Gahlaut) સાથે લઠ્ઠાકાંડ મામલે ચર્ચા કરી હતી. લઠ્ઠાકાંડની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપાતા મોડીરાતે એસપી મયૂર ચાવડા (Mayur Chavda) તેમની ટીમ સાથે ભાવનગર પહોંચી ગયા હતા.

- Advertisement -

પ્રાથમિક તપાસમાં વિદેશી નકલી દારૂ ભાવનગરના વરતેજમાં બન્યો હોવાનું સામે આવ્યું છે. ગૌતમ નામનો બુટલેગર મધ્યપ્રદેશથી નકલી વિદેશી દારૂ બનાવવા માટે ચાર લોકોને લઈ આવ્યો હતો. આ ટોળકીએ 300 બોટલ જેટલો નકલી દારૂ બનાવ્યો હતો. જે પૈકી 130 બોટલ પોલીસે જપ્ત કરી લીધી છે. જ્યારે બાકીની 170 બોટલો નહીં મળતા પોલીસનો જીવ તાળવે ચોંટી ગયો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular