Sunday, August 16, 2026
HomeGujaratAhmedabadવાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાના પ્રવાસે

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાના પ્રવાસે

- Advertisement -

CM Bhupendra Patel on tour to USA and Canada : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – 2027 (Vibrant Gujarat Global Summit – 2027) ને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી 16 ઓગસ્ટની વહેલી પરોઢે અમેરિકા જવા રવાના થયા છે. ભૂપેન્દ્ર પટેલ અમેરિકા બાદ કેનેડા ખાતે જવાના છે. જ્યાં રોકાણકારો અને ઉદ્યોગ મંડળો સાથે બેઠકો કરીને ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણ વધારવા માટે પ્રયાસો કરશે.

મુખ્ય સચિવ એમ.કે. દાસ (M K Das), નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન (Dr. T. Natarajan), ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા (Mamta Verma), મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર (Sanjeev Kumar) તેમજ મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે (Vikrant Pandey) ઉપરાંત રાજ્યના ઉદ્યોગ વેપાર જગતનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીની સાથે આ વિદેશ પ્રવાસમાં સાથે રહેવાનું છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત ડેલીગેશન અમેરિકામાં વોશિંગ્ટન ડી સી, ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો તેમજ કેનેડામાં ટોરેન્ટોમાં ત્યાંના વિવિધ ઉદ્યોગ રોકાણકારો, ઇમરજીંગ ટેકનોલોજી સેકટરના અગ્રણીઓ અને ગુજરાતી સમુદાયો સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ તેમજ વન ટુ વન બેઠકો યોજીને ગુજરાતની વૈશ્વિક વિકાસ ગાથાની પ્રસ્તુતિ કરશે. આગામી જાન્યુઆરી 2027 માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માં જોડાવા માટેનું નિમંત્રણ પણ પાઠવશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular