Thursday, August 13, 2026
HomeGujaratGandhinagarસ્વાતંત્ર્ય પર્વની ઊજવણી માટે CM અમરેલી આવવાના છે, ગંદકી સાફ કરાવવા ભાજપના...

સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી માટે CM અમરેલી આવવાના છે, ગંદકી સાફ કરાવવા ભાજપના મહિલા નેતાને વીડિયો બનાવવો પડ્યો

- Advertisement -

Controversy over cleaning of garbage in Amreli before CM arrival : રાજ્યમાં વરસાદ વરસે અને પાણી ઉતરી જાય, રહી જાય છે ગંદકીનું સામ્રાજ્ય. આવી સ્થિતિ અમદાવાદ (Ahmedabad), ગાંધીનગર (Gandhinagar)થી લઈને ગામડાઓ સુધી છે. અનેક ફરિયાદો છતાં ગંદકી સાફ થતી નથી. સોશિયલ મીડિયાના જમાનામાં હવે અલગ પ્રકારે જ ફરિયાદ કરવી પડે છે. નાગરિકો જેવી સ્થિતિ ખુદ ભાજપના નેતાઓની છે. આ નેતાઓ ચૂંટાઈ તો આવે છે, પરંતુ સરકારી અધિકારીઓ તેમને ગાંઠતા નથી. વાત છે અમરેલીની કે, જ્યાં સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી માટે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) જવાના છે. મુખ્યમંત્રી આવવાના છે તે શહેરમાં તો ઠીક, પરંતુ તેમનો કાર્યક્રમ અને રૂટ છે તે વિસ્તારો ગંદકીથી ખદબદી રહ્યા હતા. ગંદકી સાફ કરાવવા માટે લાચાર બનેલા અમરેલી પાલિકા પ્રમુખ વૈશાલીબહેન માંગરોળીયા (Vaishali Mangroliya President Amreli Municipality) ને વીડિયો બનાવ્યો પડ્યો અને આ વીડિયો વાયરલ થતાં તંત્ર દોડતું થયું અને સફાઈ પણ થઈ ગઈ. એક પાલિકા પ્રમુખને સફાઈ કરાવવા માટે વીડિયો બનાવવો પડે તે ઘટના ઘણું બધું કહી જાય છે.

ભાજપ શાસિત અમરેલી પાલિકાના પ્રમુખ વૈશાલીબહેન માંગરોળીયાએ બનાવેલો એક વીડિયો સોશીયલ મીડિયા પર વાયરલ (Amreli video goes viral) થઈ ગયો છે. અમરેલીના ચીફ ઓફિસર અને આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓની લાલીયાવાડીને વૈશાલીબહેને વીડિયોમાં કંડારી હતી. આગામી 15 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી માટે આવવાના છે છતાં કાર્યક્રમના સ્થળ-રૂટ ઉપર સફાઈ કરવામાં આવી ન હતી. રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરીયા (Kushik Vekariya) તેમજ અન્ય નેતાઓની સૂચના હોવા છતાં સરકારી બાબુઓએ ગંદકીથી ખદબદતા વિસ્તારોમાં સફાઈ જ કરાવી ન હતી. જાડી ચામડીના સરકારી અધિકારીઓની શાન ઠેકાણે લાવવા વૈશાલીબહેને વીડિયો બનાવતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને સફાઈ કામગીરી થઈ હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular