Sunday, August 9, 2026
HomeGujaratAhmedabadAmit Dongre : ઇતિહાસમાં પ્રથમ વખત 20 કલાકમાં કલાસ વન અધિકારીએ નોકરી...

Amit Dongre : ઇતિહાસમાં પ્રથમ વખત 20 કલાકમાં કલાસ વન અધિકારીએ નોકરી ગુમાવી

- Advertisement -

Class One Officer Amit Dongre terminated from job within hours : એન્ટી કરપ્શન બ્યૂરોએ લાંચ કેસમાં અમદાવાદના ચીફ ફાયર ઑફિસર અને તેમના વહીવટદારની ધરપકડ કરી તેના વીસેક કલાકમાં જ અમિત ડોંગરેને ડીસમીસ કરી દેવાયા છે અને હાલ બંને આરોપી રિમાન્ડ પર (Amit Dongre remanded in bribery case) છે. લાંચ કેસમાં કોઈ કલાસ-વન અધિકારીને ગણતરીના કલાકોમાં નોકરીમાંથી કાયમી રૂખસદ આપી દેવાઈ હોય તેવી આ ઘટના પ્રથમ વખત બની છે. અમિત ડોંગરે અને તેના સાગરીત ભાવસિંહ ઝાલાના રિમાન્ડ દરમિયાન ભ્રષ્ટાચારના મામલામાં નવા તેમજ ચોંકાવનારા ખુલાસા થાય તેવી સંભાવનાઓ છે. Gujarat ACB એ ડીસમીસ અમિત ડોંગરેના કોમ્પ્યુટરમાંથી કેટલી Fire NOC મંજૂર કરી છે તે જાણવા લોગઈન આઈડી અને પાસવર્ડ મેળવ્યો છે. આ ઉપરાંત બંને આરોપીઓના મોબાઈલ ફોનમાં રહેલી ચેટ અને ડેટા મેળવી ભ્રષ્ટાચારની રીતરસમો જાણવા પ્રયાસ શરૂ કર્યો છે.

ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં ફાયર સેફ્ટી અને ફાયર એનઓસીના નિયમોનું કડક પાલન કરાવવા માટે તંત્રને અવારનવાર આદેશ આપ્યા છે. ફાયર એનઓસી અને બીયુ પરમિશન વગરની ઇમારતો સામે સખત કાર્યવાહી કરવા માટે સરકારને કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે. આમ છતાં અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેક બિલ્ડિંગમાં સુરક્ષાનો સ્પષ્ટ રીતે અભાવ છે. બેએક વર્ષ અગાઉ ફાયર એનઓસી લેવા તેમજ રિન્યુ કરાવવાની સમગ્ર પ્રક્રિયા રાજ્ય સરકારે ઓનલાઈન કરી દીધી છે. આ ઓનલાઈન પ્રક્રિયાઓનો કેટલોક ફાયર ઑફિસરો ગેરલાભ ઉઠાવી રહ્યા છે અને તેમાં એક હતા અમિત ડોંગરે.

- Advertisement -

અમદાવાદના ચીફ ફાયર ઑફિસર અમિત ડોંગરે ઓનલાઈન એપ્લિકેશનને રિવ્યુ કરી મંજૂર કરતા પહેલાં તેમના વહીવટદાર ભાવસિંહ ઝાલા પાસે લાંચના રૂપિયા આવી ગયા છે કેમ તે ચોક્કસ કરી લેતા હતા. એસીબીએ લાંચ લેતા ઝડપાયેલા ભાવસિંહ ઝાલા અને અમિત ડોંગરેની ધરપકડ કરી સૌ પ્રથમ બંનેના મોબાઈલ ફોન કબજે કરી લીધા હતા. આ બંને ફોન Team ACB એ સીલ કરી દીધા હતા, પરંતુ ફોનમાંથી ડેટા મેળવવા માટે પંચો રૂબરૂ સીલ ખોલવામાં આવ્યું છે. એસીબીને આશા છે કે, બંને આરોપીઓના મોબાઈલ ફોનમાંથી ભ્રષ્ટાચારની અનેક કડીઓ સામે આવશે. ત્યારબાદ અમિત ડોંગરે સામે સત્તાના દુરઉપયોગની કાર્યવાહી કરવામાં આવી શકે છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular