Suicide victim seeks justice from Ahmedabad BJP MLA : અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક યુવકે પિતા-પુત્રના ઉઘરાણીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. આપઘાત કરતા પહેલાં યુવકે વોટ્સએપમાં આત્મહત્યા માટે જવાબદાર વ્યક્તિઓના ફોટા સાથે લખાણ મૂક્યું હતું. આ ઉપરાંત વેજલપુરના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકર પાસે ન્યાયની માગણી કરતું સ્ટેટ્સ મુકતા આ વાત ચર્ચાનો વિષય બની (WhatsApp status becomes a topic of discussion) છે. શા માટે MLA Amit Thakar ને આ મામલામાં લાવવામાં આવ્યા ? પોલીસ ન્યાય અપાવવા માટે સક્ષમ નથી કે શું ? આવી વાતો બજારમાં ફરતી થઈ છે.
અમદાવાદ સરખેજ ઉજાલા સર્કલ પાસે દ્વારકેશનગર સોસાયટીમાં રહેતા સુરેશે કાળુ પ્રજાપતિ અને રાહુલ કાળુ પ્રજાપતિ સાથે નવેક મહિના અગાઉ મની ટ્રાન્સફરની દુકાન ભાગીદારીમાં શરૂ કરી હતી. ધંધો ચાલવા લાગતા છએક મહિના પછી સુરેશ વતન રાજસ્થાન ગયો હતો અને લાંબા સમય બાદ પરત નહીં આવતા પિતા-પુત્રએ સુરેશના ભાઈ તેજપાલ પાસે ઉઘરાણી શરૂ કરી હતી. તેજપાલે સુરેશને ફોન કરીને રૂપિયા બાબતે પૂછપરછ કરતા તેણે રાહુલ અને કાળુ પ્રજાપતિને પૈસા આપવાની વાત કબૂલી હતી. સુરેશ ગત મે મહિનામાં અમદાવાદ પરત આવ્યો હતો અને તેની નવી દુકાને ગયો ત્યારે રાહુલ અને કાળુએ કહ્યું હતું કે આ દુકાનમાં તારે આવવાનું નથી એમ કહીને સુરેશનો દુકાનમાંથી ભાગ છૂટો કરી દીધો હતો. ભાગ છૂટો કર્યા બાદ પણ પિતા-પુત્ર અવારનવાર સુરેશ પાસે રૂપિયાની ઉઘરાણી કરતા અને ધમકીઓ પણ આપતા હતા.
પિતા-પુત્ર દ્વારા થતી ઉઘરાણીના ત્રાસથી કંટાળીને સુરેશે સોમવારે સવારે ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. યુવકે વોટ્સએપમાં આપઘાત માટે જવાબદાર કાળુ અને રાહુલ પ્રજાપતિનો ફોટો મૂકી લખ્યું હતું કે, “મેરી મોત કી વજહ યહ દોનો હૈ, મેરા સબ કુછ બરબાદ કર દિયા.” સુરેશે બીજુ પણ વોટ્સએપ સ્ટેટસ મૂક્યું હતું, જેમાં મિસ યુ પપ્પા ઓલ ફેમિલી, જિસકા ભી મેને પેસા લિયા આપકા નહિ લોટા પાયા, મુજે માફ કર દેના, મુજે ન્યાય દીલાના અમિતભાઈ ઠાકર MLA વેજલપુર. સુરેશના ફોનમાંથી મળી આવેલા સ્ટેટસના આધારે પોલીસે કાળુ પ્રજાપતિ અને રાહુલ પ્રજાપતિ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી Sarkhej Police કાળુ પ્રજાપતિની ધરપકડ કરી છે.








