Sunday, August 2, 2026
HomeInternationalપેરૂ દેશમાં આવેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ જોવા જઈ રહેલા 11 વિદેશી મુસાફરો...

પેરૂ દેશમાં આવેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ જોવા જઈ રહેલા 11 વિદેશી મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર સહિત તમામના પ્લેન ક્રેશમાં મોત

- Advertisement -

All dead in Peru tourist plane crash : દક્ષિણ અમેરિકાના પેરૂમાં નાઝકા લાઇન્સ પર જતું પ્રવાસી પ્લેન તૂટી પડતા ક્રૂ સહિત 13 લોકોના મોત થયા છે. વર્ષ 2010 અને વર્ષ 2022માં પણ અનુક્રમે 6 અને 7 પ્રવાસીઓના પ્લેન ક્રેશમાં મોત થઈ ચૂક્યા છે. શનિવારે ઇકા શહેરથી ઉડાન ભરેલું અને પ્રવાસીઓને બે હજાર વર્ષ જૂની ‘નાઝકા લાઇન્સ’ બતાવવા જઈ રહેલું વિમાન એક ખેતરમાં ક્રેશ થયું અને તેમાં આગ લાગી જતા તમામના મોત (Tourists die while visiting Nazca Lines) થયા છે. આ ઘટનાના પગલે મૃતદેહોને કાટમાળમાંથી શોધી કાઢવા તંત્ર કામે લાગી ગયું છે અને સાથે સાથે પેરુ સરકારે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ પણ જારી કરી દીધા છે. રાષ્ટ્રપતિ કીકો ફુજીમોરીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું (President Keiko Fujimori expressed condolences) છે.

ખેતરમાં વિમાન પડતાની સાથે જ તમામના મોત

- Advertisement -

શનિવારે પેરુના નાઝકા શહેર નજીક એક પ્રવાસી વિમાન ક્રેશ થયું ગયું હતું. ખેતરમાં પ્લેન પડતાની સાથે જ ભીષણ આગ લાગી હતી અને પ્લેનમાં રહેલા તમામ લોકો મોતને ભેટ્યા છે. આ અકસ્માતમાં 11 યુરોપીયન પ્રવાસીઓ હતા. મૃતકોમાં 7 ઇટાલિયન, 2 સ્પેનિશ અને 2 જર્મન નાગરિકોનો સમાવેશ થાય છે. પાઇલટ અને કો-પાઇલટે પણ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે. ક્રેશ થયેલું વિમાન પેરુની કંપની એરોડિઆના દ્વારા સંચાલિત હતું. એરલાઇનની વેબસાઇટ અનુસાર તેઓ છેલ્લા 14 વર્ષથી સેસ્ના ગ્રાન્ડ કારવાં વિમાનનો ઉપયોગ કરીને નાઝકા લાઇન્સને એરિયલ વ્યૂથી બતાવતા હતા.

નાઝકા લાઇન્સ શું છે ?

પેરુની રાજધાની લીમાથી લગભગ 400 કિમી દક્ષિણમાં 2 હજાર વર્ષ જુના નાઝકા અને પાલ્પા રણ છે. એવું માનવામાં આવે છે કે નાઝકા લાઇન્સ 200 BC અને 600 AD વચ્ચે નાઝકા સભ્યતા દ્વારા બનાવવામાં આવી હતી. જમીનમાંથી હળવી માટીને બહાર કાઢવા માટે કાળી ખડકાળ સપાટીઓને દૂર કરીને આકૃતિઓ બનાવવામાં આવી હતી. જેમાં વાંદરા, હમીંગબર્ડ, કરોળિયા, કોન્ડોર, વ્હેલ, વૃક્ષો અને હાથ સહિત ડઝનેક આકૃતિઓ સામેલ છે. બનાવાયેલી આકૃતિઓના સંપૂર્ણ સ્વરૂપ વિમાન, હેલિકોપ્ટર અને આસપાસની ઊંચી ટેકરીઓ પરથી સ્પષ્ટપણ જોઈ શકાય છે. વર્ષ 1994માં યુનેસ્કોએ નાઝકા લાઇન્સને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરી હતી. નાઝકા લાઇન્સનો સંપૂર્ણ વિસ્તાર જમીન પરથી દેખાતો નથી. તે ફક્ત વિમાન, હેલિકોપ્ટર, ટાવર અથવા આસપાસની ઊંચી ટેકરીઓ પરથી જ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular