જયંત દાફડા(નવજીવન.અમદાવાદ): અમદાવાદમાં કાર ચાલકે બીઆરટીએસમાં કાર ચલાવવા બાબતે થોડાક દિવસ પહેલા બીઆરટીએસના કર્મચારી જોડે મગજમારી કરી હતી. જો કે મામલો બીચકતા કાર ચાલકના અન્ય સાથીદારો એક્ટિવા પર આવીને બીઆરટીએસના કર્મચારી પર હુમલો કરી દીધો હતો. આ બનાવના પગલે ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી એકનું આજે મોત નીપજયું છે.
પ્રાપ્ત માહિત અનુસાર, અમદાવાદના સિટીએમ વિસ્તારમાં BRTSના રુટમાં બસસ્ટેન્ડ પાસે પ્રાઈવેટ કાર ચાલક ઘૂસી આવ્યો હતો. જો કે ટ્રેક બંધ હોવાથી ઓપરેટેર ટ્રેક ખોલવા માટે મગજમારી કરી હતી. ત્યાર બાદ તેના સાથીદારો સાથે આવીને હુમલો કરીને નાસી ગયા હતા. સમગ્ર બાબતે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
વર્ના કાર ચાલકે ટ્રેક ખોલવા માટે BRTSના મયુરભાઈ સાથે રકજક કરી હતી જો કે ટ્રેક બસ આવશે તો જ ખૂલશે તેમ જણાવતા કાર ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને મયુર સાથે ઝપાઝપી કરીને ધક્કો મારીને પાડી દીધો હતો. મયુરને માથામાં ઇજા થતાં તેને 108 મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
આ બનાવ બાબતે ફરિયાદી તેના અન્ય સાથી જોડે વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન એક્ટિવા પર ત્રણ લોકો આવીને તેમની પાસે રહેલા છરી જેવા હથિયાર વડે બંને કર્મચારીઓને મારવા લાગ્યા હતા. જો કે આસપાસના લોકો એકત્રિત થઈ જતાં હુમલો કરનારા નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત ફરિયાદી અને તેના સાથી ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે એલ.જી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે આજે સારવાર દરમિયાન જતીન પરમારનું મોત નીપજયું છે. જ્યારે અન્ય બે લોકો હજી પણ ગંભીર હાલતમાં છે. ઉલ્લેખનીય છે કે BRTS રુટમાં પ્રતિબંધ હોવા છતાં અનેક લોકો પોતાનો રોફ જમામવા માટે થઈને BRTS રુટમાં પોતાનું વાહન હાકતા અનેક વખત નજરે પડતાં હોય છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












