Wednesday, April 29, 2026
HomeGeneralધંધુકા મર્ડર કેસ: કિશનની હત્યાનું કાવતરું ઘડનાર અને ગન આપનાર જમાલપુરનો મૌલવી...

ધંધુકા મર્ડર કેસ: કિશનની હત્યાનું કાવતરું ઘડનાર અને ગન આપનાર જમાલપુરનો મૌલવી ઝડપાયો

- Advertisement -

નવજીવન.અમદાવાદ: અમદાવાદના ધંધુકામાં ફાયરિંગ વિથ મર્ડર કેસમાં Dhandhuka Firing Case પોલીસ તપાસ ઘણા ચોકાવનારા ખુલાસા સામે આવ્યા છે. જો કે આ કેસમાં અગાઉ પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા હતા. ત્યારે ગઇકાલે રાત્રે હત્યાનું કાવતરું ઘડનાર અને પિસ્તોલ આપનાર મૌલવી Maulvi આયુબ યુસુબભાઈ જાવરાવાલાની ધરપકડ કરવામાં આવી છે.



અમદાવાદના ધંધુકામાં ફેસબુક પોસ્ટના કારણે માલધારી સમાજના યુવકને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જો કે આ હત્યાને કારણે સમાજમાં ભારે વિવાદ સર્જાયો હતો. જે યુવકની હત્યા થઈ તેમના પરિવારને રાજ્ય ગૃહમંત્રીએ મુલાકાત લઈને ઝડપી કાર્યવાહી સાથે આરોપીઓને પકડીને ન્યાય થશે તેમ જણાવ્યુ હતું.

કિશનને સબક શીખવાડવા માટે તેની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. શબ્બીર અને ઇમ્તિયાઝે મોકો મળતાં બાઇક પર સવાર થઈને પિસ્તોલ સાથે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. કિશનને એકલો જોઈને શબ્બીરે તેના પર ફાયરિંગ કર્યું હતું. જો કે હાલ બંને આરોપી પોલીસ પકડમાં આવી ગયા છે અને કોર્ટે તેમના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.



આ હત્યાના બનાવમાં મુખ્ય સૂત્રધાર જમાલપુરના મૌલવીની ગઇકાલ રાત્રે ધરપકડ કરવામાં આવી છે. હત્યાના 5થી 6 દિવસ પહેલા શબ્બીર મૌલવીને મળ્યો હતો ત્યારે તેને એક હથિયાર અને 5 કારતૂસ મૌલવીએ આપી હતી. જો કે આરોપીની પૂછપરછમાં અન્ય બે મૌલવીની વાત પણ સામે આવી છે. જો કે હજી ચોક્કસ નામ બહાર આવ્યા બાદ પોલીસ તેની જાહેરાત કરશે. જો કે આ હત્યા કેસમાં આગામી દિવસમાં અનેક ચોકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા રહી છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular