Monday, July 27, 2026
HomeNationalસંસદમાં એન્ટી પેપર લીક બિલ રજૂ, 'વિદ્યાર્થીઓ પર બર્બરતાનો અમિત શાહ આપે...

સંસદમાં એન્ટી પેપર લીક બિલ રજૂ, ‘વિદ્યાર્થીઓ પર બર્બરતાનો અમિત શાહ આપે જવાબ’- મહુઆ મોઈત્રા

- Advertisement -

Parliament Monsoon Session: સંસદના ચોમાસુ સત્ર (Monsoon Session) દરમિયાન આજે કેન્દ્ર સરકારે પબ્લિક એક્ઝામિનેશન (અનફેર મીન્સ પ્રિવેન્શન) સુધારા વિધેયક, 2026 (Public Examination (Prevention of Unfair Means) Amendment Bill, 2026) લોકસભા (Lok Sabha)માં રજૂ કર્યું છે. પેપર લીક (Paper Leak)ના કેસો સામે કડક કાર્યવાહી માટે રજૂ કરાયેલા આ વિધેયકમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ (Fast Track Court)ની રચના, બે મહિનામાં તપાસ પૂર્ણ કરવાની જોગવાઈ તેમજ આરોપીઓને કડક સજાની વ્યવસ્થા કરવાનો પ્રસ્તાવ છે.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ (Jitendra Singh)એ લોકસભામાં આ વિધેયક રજૂ કર્યું હતું. જોકે બિલ રજૂ થવા દરમિયાન પણ વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર અને હોબાળો ચાલુ રાખ્યો હતો. લોકસભાના અધ્યક્ષ સતત સભ્યોને શાંતિ જાળવવા અને મહત્વપૂર્ણ ચર્ચા થવા દેવાની અપીલ કરતા જોવા મળ્યા. બીજી તરફ રાજ્યસભા (Rajya Sabha)માં પણ હોબાળાને કારણે કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

- Advertisement -

વિધેયકમાં પેપર લીકના આરોપીઓને ઓછામાં ઓછી પાંચ વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની સજાની જોગવાઈનો પ્રસ્તાવ છે. સંગઠિત ગુનાઓના કેસમાં ઓછામાં ઓછી સાત વર્ષની સજા અને ₹10 કરોડ સુધીના દંડની જોગવાઈ પણ સૂચવવામાં આવી છે. ઉપરાંત આવા કેસોની ઝડપી સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના અને તપાસ બે મહિનામાં પૂર્ણ કરવાનો પ્રસ્તાવ પણ સામેલ છે.

આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ (Trinamool Congress – TMC)ના સાંસદ મહુઆ મોઇત્રા (Mahua Moitra)એ સરકાર પર આકરા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan)નું રાજીનામું માત્ર પ્રથમ પગલું છે અને વિદ્યાર્થીઓ સામે થયેલા કથિત બળપ્રયોગ અંગે ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs)એ જવાબ આપવો જોઈએ. તેમણે પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી એફઆઈઆર (FIR) પાછી ખેંચવાની માંગ પણ કરી હતી.

કોંગ્રેસ (Congress)ના સાંસદ પવન ખેડા (Pawan Khera)એ વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને કથિત પેલેટ ગન (Pellet Gun)ના ઉપયોગ અંગે સરકાર પાસે માફી અને જવાબદારીની માંગ કરી હતી.

- Advertisement -

આ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે દાવો કર્યો કે વિવિધ રાજ્યોમાં વિદ્યાર્થી પ્રદર્શન દરમિયાન બળપ્રયોગ કરવામાં આવ્યો છે અને સરકાર પોતાના વચનોથી પીછેહઠ કરી રહી છે. તેમણે વડાપ્રધાન પાસે વિદ્યાર્થીઓની માફી માંગવા અને હુમલામાં જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

પેપર લીક મુદ્દે ચાલી રહેલા વિરોધને કારણે સંસદની કાર્યવાહી પણ પ્રભાવિત થઈ હતી. લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી, જ્યારે રાજ્યસભામાં વિપક્ષે વિદ્યાર્થીઓ સામે થયેલી પોલીસ કાર્યવાહીની ચર્ચાની માંગ સાથે હોબાળો કર્યો હતો. જેને લઈને ફરી સંસદની કાર્યવાહીને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

આ દરમિયાન પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું સંસદ પરિસરમાં એનડીએ (NDA)ના સાંસદોએ પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.

- Advertisement -

બીજી તરફ દિલ્હીમાં થયેલા વિદ્યાર્થી પ્રદર્શન દરમિયાન કથિત પેલેટ ગનના ઉપયોગને લઈને તપાસ ચાલી રહી છે. અહેવાલ મુજબ, આ મામલે સીઆરપીએફ (CRPF) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને સંબંધિત જવાનની ઓળખ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. તપાસ અહેવાલના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular