Sunday, July 26, 2026
HomeGujaratAhmedabad3 દિવસથી પાણીમાં ડૂબેલું અમદાવાદ જિલ્લાનું કવલા ગામ, વરસાદી પાણી ભરાવાથી ચાર...

3 દિવસથી પાણીમાં ડૂબેલું અમદાવાદ જિલ્લાનું કવલા ગામ, વરસાદી પાણી ભરાવાથી ચાર હજાર વીઘા ખેતી સાફ

- Advertisement -

Heavy rain waterlogging problem in Ahmedabad district : અમદાવાદ જિલ્લાના સાણંદ અને બાવળા વિસ્તારમાં ભારે વરસાદના કારણે વિક્ટ સ્થિતિ સર્જાઈ છે. છેલ્લાં બે-ત્રણ દિવસથી વરસાદના ભરાયેલા પાણીના નિકાલ માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ટેલિફોનિક ચર્ચા (Amit Shah spoke to Bhupendra Patel on phone) કરી છે. આ સમસ્યાના ઉકેલ માટે બે મંત્રી અને બે IAS અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. બાવળા તાલુકામાં આવેલા કવલા ગામની સ્થિતિ સૌથી કફોડી છે. નળકાંઠા વિસ્તારનું આ ગામ છેલ્લાં ત્રણ દિવસથી પાણીમાં ડૂબેલું (Kavla village of Bavla taluka submerged in water) છે. NDRF ની ટીમોએ 100 જેટલાં લોકોને રેસ્ક્યુ કર્યા છે. અત્રે નોંધનીય છે કે, ગામમાં પૂરના પાણી ફરી વળતા ખેડૂતોની ચારેક હજાર વીઘા જમીનમાં ડાંગર અને જુવારનું વાવેતર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે.

છેલ્લાં 3 દિવસથી પડી રહેલા મૂશળધાર વરસાદના કારણે અમદાવાદ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સાણંદ-બાવળા વિસ્તારને વરસાદી પાણીએ બાનમાં લીધો છે. ખાસ કરીને બાવળાના નળકાંઠા વિસ્તારમાં આવેલા કવલા ગામની સ્થિતિ અત્યંત ગંભીર બની છે. જ્યાં નદીના પૂરના પાણી ફરી વળતા આખું ગામ જળમગ્ન થઈ ગયું છે અને સંપર્ક વિહોણું બન્યું છે. નદીના કાંઠે આવેલા આ ગામના રસ્તાઓ અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે ગામની કનેક્ટિવિટી ત્રણ દિવસથી તૂટી ગઈ છે અને વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને NDRF ની ટીમો દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી અને ગામમાંથી 50 થી 100 જેટલા ફસાયેલા લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular