Wednesday, July 15, 2026
HomeInternationalરશિયા પર યુરોપિયન યુનિયનના પ્રતિબંધો ટળ્યા, ભારતનો વેપાર માટેનો રસ્તો સાફ

રશિયા પર યુરોપિયન યુનિયનના પ્રતિબંધો ટળ્યા, ભારતનો વેપાર માટેનો રસ્તો સાફ

- Advertisement -

European Union sanctions on Russia averted : યુરોપિયન યુનિયનની બેઠકમાં રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધો ઉપર સહમતી ન સધાતા આ વાત ભારત માટે સારા સમાચાર બની છે. ભારત હવે કોઈપણ પ્રતિબંધ વિના યુરોપને પોતાનો માલ-સામાન વેચવી શકશે અને રશિયા સાથે ક્રૂડ ઓઈલ સહિતનો વેપાર અડચણ વિના કરી શકશે. એટલે કે, હવે ભારતના બંને હાથમાં લાડુ (India benefits from European Union’s decision) જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

13 જુલાઈ સોમવારના રોજ મળેલી યુરોપિયન યુનિયનના વિદેશ મંત્રીઓની મહત્વપૂર્ણ બેઠકમાં રશિયા પર પ્રતિબંધો લાદવા કે નહીં તે અંગે નિર્ણય લેવાનો હતો. દક્ષિણ યુરોપિયન દેશોના વિરોધના કારણે 21માં પ્રતિબંધ પેકેજ પર નિર્ણય ટળ્યો છે. યુરોપિયન યુનિયનના નેતાઓ આ પ્રતિબંધો પર પરસ્પર સહમતિ ન સાધી શક્યા. ભારત હાલમાં રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ (Russian crude oil) અને અન્ય ઉત્પાદનો ખરીદી રહ્યું છે. જ્યારે બીજી તરફ ભારત યુરોપિયન દેશોમાં માલ-સામાનની નિકાસ કરે છે. યુરોપિયન યુનિયને રશિયા પર પ્રતિબંધો લગાવી દીધા હોત તો ભારતની અનેક ઈન્ટરનેશનલ બિઝનેસ ડીલ અટકી પડી હોત. આ પ્રતિબંધ પેકેજનો સૌથી મહત્વનો ભાગ રશિયાના ક્રૂડ ઓઈલ પર પ્રાઈસ કેપ જાળવી રાખવાનો હતો. જો આગામી બે દિવસમાં યુરોપિયન દેશો કોઈ કરાર પર નહીં પહોંચે, તો આ પ્રાઈસ કેપ પૂર્ણ થઈ જશે. જેથી રશિયા પોતાનું ઓઈલ ખૂલ્લા બજારની કિંમત આધારે વેચી શકશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular