Wednesday, July 8, 2026
HomeGujaratAhmedabadરામ મંદિર નિર્માણનો શ્રેય લેનારે લૂંટની જવાબદારી લેવી જોઈએ : મુકુલ વાસનિક...

રામ મંદિર નિર્માણનો શ્રેય લેનારે લૂંટની જવાબદારી લેવી જોઈએ : મુકુલ વાસનિક ગુજરાત કોંગ્રેસના પ્રભારી

- Advertisement -

Mukul Wasnik attacks PM over theft of Ram temple donations : ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે રામ મંદિર અને ખેડૂતોના મામલે કેન્દ્ર સરકાર અને નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે. નરેન્દ્ર મોદી રામ મંદિર નિર્માણનો શ્રેય લેતા હોય તો અહીં થયેલી લૂંટની જવાબદારી પણ તેમણે લેવી જોઈએ તેનું મુકુલ વાસનિકે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું છે. રાજ્યના ખેડૂતો ટેકાના ભાવ મુદ્દે આત્મહત્યા કરી રહ્યા છે તેના માટે ભાજપ સરકાર જવાબદાર હોવાનો વાસનિકે આરોપ લગાવ્યો છે. જ્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda Congress) એ સુરતમાં પૂરની સ્થિતિને લઈને સરકાર સામે સીધા આરોપ લગાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, દરેક શહેરમાં પ્રિ-મોન્સૂનના નામે ભાજપના આગેવાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. સુરતમાં પૂરની પરિસ્થિતિ માટે ભાજપના આગેવાનો ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર (BJP leaders and SMC responsible for flood situation in Surat) છે.

રાજકોટ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં મુકુલ વાસનિક (Mukul Wasnik’s press conference in Rajkot) ને રામ મંદિર અંગે પ્રશ્ન પૂછાતા તેમણે નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રામ મંદિર શિલાન્યાસ, ઉદ્ઘાટન અને નિર્માણ આ તમામ બાબતોનો શ્રેય જો વડાપ્રધાન લેતા હોય તો ત્યાં જો કોઈ લૂંટ થઈ હોય તો તેની જવાબદારી પણ વડાપ્રધાન સિવાય અન્ય કોઈના પર નાખવી શું યોગ્ય ગણાશે ? તેમણે વડાપ્રધાન પાસે માગ કરી છે કે, તેમણે દેશની જનતાને જણાવવું જોઈએ કે રામ મંદિરમાં આ પ્રકારની લૂંટ કેવી રીતે થઈ ? સરકારે નાના લોકો સામે નહીં પરંતુ મુખ્ય સૂત્રધારો સામે કાર્યવાહીની હિંમત બતાવવી જોઈએ. વડાપ્રધાનથી લઈને તેમના તમામ સાથીઓ સતત ખેડૂતોની આંખોમાં ધૂળ નાંખવાનું કામ કરી રહ્યા છે. જ્યારે પણ વિધાનસભાની ચૂંટણીઓ આવે છે, ત્યારે ખેડૂતોને પાકના લઘુત્તમ ભાવ અંગે વડાપ્રધાન પોતે મોટા-મોટા નિવેદનો આપે છે. ચૂંટણી પૂરી થતા જ તેઓ બધું ભૂલી જાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “એમ.એસ. સ્વામીનાથનને ભારત રત્નથી સન્માનિત તો કરવામાં આવ્યા, પરંતુ ખેડૂતોના પાકના ભાવ માટે તેમણે જે ફોર્મ્યુલા ભારત સરકાર સમક્ષ રજૂ કરી હતી તેને મોદી સરકારે સંપૂર્ણપણે ફગાવી દીધી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular