Sunday, June 21, 2026
HomeGujaratAhmedabadMontu Namdar ની કરતૂતો બાદ અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનમાં બદલીની વાવાઝોડું ફૂંકાયું

Montu Namdar ની કરતૂતો બાદ અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનમાં બદલીની વાવાઝોડું ફૂંકાયું

- Advertisement -

PI V M Lagaria’s decision broke the morale of police : અમદાવાદના ખાડિયા વિસ્તારમાં બાર દિવસ અગાઉ મોન્ટુ નામદારે મચાવેલા આતંક બાદ એક પીએસઆઈ સહિત ચાર પોલીસ કર્મચારીઓની બદલી કરી દેવાઈ છે. બદલીની આ રમતમાં મોન્ટુ નામદારની ગાળો ખાનારા ફરિયાદી પોલીસ કર્મચારીને ડી સ્ટાફમાંથી ખસેડી દેવાયા છે. ખાડિયા પીઆઈ વી. એમ. લગારિયા (PI V M Lagariya) એ બદલીઓના લીધેલા નિર્ણયને લઈને તેઓ શંકાના દાયરામાં આવી ગયા છે. પોલીસ કર્મચારીની પડખે ઉભા રહેવાના બદલે તેનું જ મોરલ તોડી નાંખનારા પીઆઈ લગારિયાના આવા નિર્ણયથી ગુનેગારોને ચોક્કસથી પ્રોત્સાહન મળી રહ્યું છે.

જૂન-2022માં ભાજપ કાર્યકર રાકેશ મહેતા ઉર્ફે બોબીની હત્યા કરનારા મોન્ટુ સુરેશચંદ્ર ગાંધી ઉર્ફે મોન્ટુ (Montu Sureshchandra Gandhi alias Montu Namdar) આજીવન કેદની સજા હેઠળ વડોદરા જેલની હવા ખાઈ રહ્યો છે. ગત 9 જૂનના રોજ ફર્લો રજા પર બહાર આવેલો મોન્ટુ ખાડિયા વિસ્તારમાં આવી આતંક મચાવે છે અને ત્યારબાદ ખાડિયા પોલીસ સ્ટેશનની બહાર ડી-સ્ટાફના હેડ કૉન્સ્ટેબલ ધર્મેશ ભરવાડને મોન્ટુ બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપે છે. મોન્ટુ નામદાર સામે પ્રોહિબિશન સહિતના બે કેસ નોંધાય છે. જ્યારે હે.કૉ. ધર્મેશ ભરવાડને ધમકી આપવાનો કેસ 48 કલાક બાદ મધરાત્રિના નોંધવામાં આવે છે. આ પ્રક્રિયાની વચ્ચે ડીસીપી રૂપલ સોલંકી ડી-સ્ટાફના કૉન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભાની બદલી હવેલી પોલીસ સ્ટેશનમાં કરી નાંખે છે. બીજી તરફ પીઆઈ વી. એમ. લગારિયા ડી-સ્ટાફ પીએસઆઈ જી. કે. આહિર, હે.કૉ. ધર્મેશ ભરવાડ (HC Dharmesh Bharwad) અને કૉન્સ્ટેબલ ધર્મેશ ગઢવીને તેમના સ્થાને હટાવી અન્ય સ્થાને બદલી કરી નાંખે છે. મોન્ટુ નામદારે જેમને ગાળો અને ધમકી આપી હતી તે હે.કૉ. ધર્મેશભાઈની બદલી કરવા પાછળ પીઆઈ લગારિયાના મનસૂબા અંગે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular