Children escape from Rajkot child protection home : રાજકોટ શહેરમાં બનેલી એક ઘટનાએ ક્રાઈમ બ્રાંચ સહિતની પોલીસ ટીમોને ધંધે લગાડી દીધી છે. રાજકોટ શહેરમાં આવેલા બાળ સંરક્ષણ ગૃહમાંથી એક સાથે 11 બાળકો નાસી છૂટ્યા (11 children in conflict with the law escape) છે. આ ઘટનાને લઈને રાજકોટ શહેર પોલીસે ફરાર થયેલા બાળકોને શોધી કાઢવા તેમના નામ-ફોટો સહિતની વિગતો મેળવી રેલવે સ્ટેશન, એસટી સ્ટેન્ડ સહિતના સ્થળોના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી શરૂ (Rajkot city police checked CCTV footage) કરી દીધી છે. ફરાર થયેલા 11 બાળકો પૈકી એક પાકિસ્તાની બાળક સંરક્ષણ ગૃહમાં પરત ફર્યું છે. જ્યારે 10 બાળકો હજુ પણ લાપતા છે.
કાયદાના સંઘર્ષમાં અનેક બાળકો રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં ઉદ્યોગનગર કોલોની ખાતે આવેલા બાળ સંરક્ષણ ગૃહ (Zonal observation home Rajkot) માં રહે છે. આ પૈકીના 11 બાળકો રાત્રિના સમયે મોકાનો લાભ લઈને ઝોનલ ઑબર્ઝવેશન હોમની કમ્પાઉન્ડ વોલ કૂદીને એક સાથે નાસી છૂટ્યા હતા. બાળકો ફરાર થઈ ગયા હોવાની જાણકારી સંરક્ષણ ગૃહના સત્તાધીશોને થતાં તેમણે પોલીસને સંદેશો આપ્યો હતો. એક સાથે 11 બાળકો નાસી છૂટવાની ઘટનાને લઈને રાજકોટ શહેર પોલીસ દોડતી થઈ ગઈ હતી. ક્રાઈમ બ્રાંચ સહિતની પોલીસ ટીમે નાસી છૂટેલા બાળકોને શોધવા પ્રયાસ શરૂ કરી દીધા છે. 11 પૈકી એક પાકિસ્તાની બાળક પરત ફર્યું છે. જ્યારે અન્ય 10 બાળકોને શોધવા તેમના નામ-ફોટો અને તેમના વતનની માહિતી સંરક્ષણ ગૃહમાંથી મેળવી લઈ પોલીસ ટીમે તે દિશામાં તપાસ આરંભી છે.








