Rajkot police solves child murder case committed seven and a half years ago : ડિસેમ્બર-2018માં રાજકોટની આજી નદીના પટમાંથી મળી મળી આવેલા એક કપાયેલા માથાના વણઉકેલાયેલા હત્યા કેસમાં રાજકોટ શહેર પોલીસને મોટી સફળતા મળી (Rajkot City Police got a big success) છે. જૂન-2025માં બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી કાઢવા ચાલેલા અભિયાનમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચના એસીપી ભરત બસિયા (ACP Bharat Basiya) એ બંધક બનાવેલા 21 બાળ મજૂરોને છોડાવ્યા હતા. આ કેસમાં ઠેકેદાર અજીતમુલા ઉર્ફે અજીત મૌલાની ધરપકડ કરી હતી. ઠેકેદારની પૂછપરછમાં થયેલા એક ચોંકાવનારો ખુલાસો રાજકોટ શહેર પોલીસને સાડા સાત વર્ષે પૂર્વે થયેલા એક બાળકના હત્યા કેસ સુધી લઈ ગઈ. રાજકોટ પોલીસ આગામી દિવસોમાં જેલમાં કેદ ઠેકેદાર અજીતમુલાની હત્યા કેસમાં ધરપકડ કરશે.
હત્યા કેસમાં 50 હજારનું ઈનામ જાહેર થયું
ડિસેમ્બર-2018માં આજી નદીના પટમાંથી બાળકની હત્યા કરાયેલું માથું પોલીસને મળી આવે છે. શરીરના અન્ય અંગો શોધવા માટે રાજકોટ બી ડિવિઝન પોલીસ (Rajkot B Division Police) તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમ આસપાસની ભૂર્ગભ ગટરો તેમજ અવાવરૂં કૂવાઓમાં શોધખોળ કરે છે. આ મામલામાં હત્યાનો ગુનો નોંધી મૃતકનું DNA સેમ્પલ મેળવી લે છે. પોલીસ સપ્તાહોની મહેનત બાદ પણ મૃતક કોણ છે અને ક્યાંનો છે ? તેની જાણકારી પોલીસને મળતી નથી. લગભગ પોણા ચાર મહિના બાદ NGO ની મદદથી મસ્તકની અંતિમવિધિ કરી દેવામાં આવે છે. મૃતકની જાણકારી મેળવવા માટે રાજકોટ પોલીસ 50 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરે છે. આમ છતાં વર્ષો સુધી કોઈ મૃતકની ઓળખ થતી નથી.
ઘૂસણખોરોના મળ્યા પણ બંધક બાળ મજૂરો મળ્યા
એક વર્ષ અગાઉ બાંગ્લાદેશી ઘૂસણખોરો પકડવા માટે રાજ્યભરમાં ચાલેલી એક અભિયાન (Campaign to catch Bangladeshi infiltrators) દરમિયાન રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમને એક ટીપ મળે છે. બેડી ચોકડી પાસે આવેલા રૉ હાઉસમાં પોલીસ રેડ કરે છે ત્યારે ત્યાં એક રૂમમાં બંધક બનાવેલા 21 જેટલાં બાળ મજૂરો મળે છે. ત્રણેક દિવસથી ભોજન વિના ટળવળતા આ બાળકોના શરીરના ઉપરના ભાગે એકપણ વસ્ત્ર ન હતા. બાળકોની શારીરિક તપાસ કરતા તેમને માર માર્યો હોવાનું સામે આવ્યું હતું. એક બાળકને ગુદા માર્ગે ઠેકેદાર અજીતમુલા ઉર્ફે અજીત મૌલા ઈજા કરી હોવાની માહિતી સામે આવતા ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોક્સો અને બોન્ડેડ લેબરનો ગુનો નોંધાયો
અજીતમુલા ઉર્ફે અજીત મૌલા સામે રાજકોટ પોલીસે પોક્સો, જુવેનાઈલ એક્ટ તેમજ બોન્ડેડ લેબર એક્ટ હેઠળ ગુનો (Rajkot police registered case under Bonded Labor Act) નોંધ્યો. બાળકોને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી અપાયા અને તેમને વળતર પેટે 2-2 લાખ અને ઈજાગ્રસ્ત બાળકના પરિવારને 3 લાખનું વળતર આપવામાં આવ્યું. અજીતમુલાની પૂછપરછમાં તેણે કોરોનાકાળમાં એક બાળકને માનસિક-શારીરિક ત્રાસ આપતા મોત થયું હતું અને તેનો મૃતદેહ આજી નદીના પટમાં નાંખી દીધો હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે એસીપી બી. બી. બસિયા (ACP B B Basiya) એ તપાસ આરંભી હતી.
હત્યા કેસનો ભેદ કેવી રીતે ઉકેલાયો ?
ઠેકેદારની કબૂલાત બાદ પોલીસ આરંભેલી તપાસમાં કોરોનાકાળ દરમિયાનનો એકપણ કેસ મળતો નથી. એસીબી બસિયાને અચાનક જ યાદ આવે છે કે, ડિસેમ્બર-2018નો એક બાળ હત્યા કેસ હજુ સુધી ઉકેલાયો નથી. પોલીસ આ દિશામાં તપાસ કરે છે અને સંભવિત બાળકના ગરીબ માતા-પિતાને પશ્ચિમ બંગાળ ખાતેથી ટ્રેનમાં રાજકોટ લાવવાની વ્યવસ્થા ગોઠવે છે. દંપતીના ડીએનએ સેમ્પલ મેળવ્યા બાદ તેને FSL માં મોકલવામાં આવે છે. FSL ના રિપોર્ટ અનુસાર બાળ હત્યા કેસ અને પશ્ચિમ બંગાળથી આવેલા દંપતીના DNA મેચ થતાં પોલીસે હવે જેલમાં કેદ અજીતમુલા ઉર્ફે અજીત મૌલાની ધરપકડ કરવા કાર્યવાહી આરંભી છે.








