Sunday, June 7, 2026
HomeGujaratBhavnagarBhavnagar : રિંગ રોડ પર કારે મોટર સાયકલને ટક્કર મારતા બેના મોત,...

Bhavnagar : રિંગ રોડ પર કારે મોટર સાયકલને ટક્કર મારતા બેના મોત, નામચીન શખસ સહિત બે ઘાયલ

- Advertisement -

Fatal accident on Bhavnagar Ring Road : ભાવનગર શહેરના રિંગ રોડ પર આવેલા શ્રીજી પાર્ટી પ્લોટ નજીક એક કારે મોટર સાયકલને ટક્કર મારતા કાકા અને ભત્રીજાના મોત નિપજ્યા (Uncle and nephew die in vehicle accident in Bhavnagar) છે. જ્યારે કારમાં સવાર એક નામચીન શખસ સહિત બે જણાને ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે ખાનગી હૉસ્પિટલમાં ખસેડાયા છે. મૃત્યુ પામનારા બંને જણા કડિયા કામ કરતા હતા. જ્યારે અકસ્માત સર્જનાર કાર ચાલક થોડાક સમય અગાઉ જ જેલમાંથી બહાર આવ્યો છે.

ભાવનગર બળવંતરાય સોસાયટીમાં રહેતા મનસુખભાઈ ખાટાભાઈ બારૈયાએ એક કાર ચાલક સામે ભરતનગર પોલીસ સ્ટેશન (Bharatnagar Police Station) માં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમનો પુત્ર રાકેશ (ઉ. 23) અને ભાઈ બેચરભાઈ ખાટાભાઈ બારૈયા (ઉ.48) કાળીયાબીડ ખાતે રામ દરબારમાં ગયા હતા અને મધરાતે તેઓ બાઈક પર ઘરે પરત ફરતા હતા. આ સમયે રિંગ રોડ પર શ્રીજી પાર્ટી પ્લોટ પાસે એક સ્વીફ્ટ કારે બાઈકને ટક્કર મારતા રાકેશ અને બેચરભાઈ ફંગોળાઈ જઈને જમીન પર પટકાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે કાર અકસ્માત સર્જ્યા બાદ આરએમસી ટ્ર્ક સાથે ટકરાઈ હતી. કાકા-ભત્રીજાને સારવાર અર્થે સર ટી હૉસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જ્યાં તેમના મોત નિપજ્યા હતા. કારમાં સવાર નામથીન શખસ સંજય અલગોતર અને કરણ નામના યુવકને ઇજાઓ થતાં તેમને ખાનગી હૉસ્પિટલમાં ખસેડાયા હતા. આ મામલે ભરતનગર પોલીસે કાર નંબરના આધારે ચાલક સામે ગુનો નોંધી તપાસ આરંભી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular