Rape Complaint Filed Against Vadodara City AAP President : આમ આદમી પાર્ટીના રાજ્ય બહારથી આવેલા નિરીક્ષક પર મળતીયાની મદદથી નકલી IB અધિકારી બનીને ધમકાવવાના કેસ બાદ અશોક ઓઝા સામે વધુ એક ફરિયાદ થઈ છે. AAP ના વડોદરાના નેતા અશોક ઓઝા અને તેમના પરિવારજનો સામે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો કેસ નોંધાયો (Kapurai police station filed Rape complaint) છે. પોલીસે આમ આદમી પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝાની ધરપકડ (Vadodara City AAP President Ashok Oza Arrested) કરી છે. જ્યારે પત્ની, પુત્ર અને પુત્રીની શોધખોળ શરૂ કરી છે. દુષ્કર્મની ફરિયાદ નોંધાવનારી પીડિત મહિલા આમ આદમી પાર્ટીમાં હોદ્દેદાર છે.
Vadodara City AAP ના પ્રમુખ અશોક ઓઝા સહિત ચાર વ્યક્તિઓ સામે મહિલાએ ગંભીર આરોપ લગાવ્યા છે. અશોક ઓઝાએ મહિલાના પતિને સારી નોકરી અપાવવાની લાલચ આપી પોતાના ઘરે બોલાવી દારૂ પીવડાવી તેણીની ઇચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શારીરિક શોષણનો છાનામાના વીડિયો બનાવી અશોક ઓઝા બ્લેકમેલ કરતો હતો. છેલ્લાં બે વર્ષમાં મહિલાને અનેક વખત તેમજ શહેરની જુદીજુદી હૉટલો તેમજ રાજ્ય બહાર લઈ જઈ શારીરિક શોષણ કર્યું હતું. અત્રે નોંધનીય છે કે, અશોક ઓઝા અગાઉ પીડિત મહિલા સામે અરજી કરી ચૂક્યાં છે. મહિલાને ભાડા વિના રહેવા આપેલું મકાન ખાલી નહીં કરી તેના પેટે 20 લાખ રૂપિયા ખંડણી અશોક ઓઝા પાસે માગી હતી.








