Heavy rain with wind forecast in Gujarat : છેલ્લાં બેએક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. જેના કારણે લોકોને ભારે ગરમીમાંથી રાહત મળ્યાનો અનુભવ થઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના લીધે ગુજરાતમાં પ્રી-મોન્સૂન સિસ્ટમ ઊભી થઈ (Pre-monsoon system formed in Gujarat) છે. હવામાન વિભાગે આજે પાંચ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
ગુજરાતમાં સપ્તાહ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ છે. પવનની ગતિમાં વધારો જોવા મળશે અને કેટલાંક વિસ્તારોમાં પવનની ગતિ 50થી 60 કિમી પ્રતિ કલાક સુધી રહેવાની આગાહી કરવામાં આવી છે. આજ અને આવતીકાલ એમ બે દિવસ છોટા ઉદેપુર, મહીસાગર, દાહોદ, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં 50થી 60 કિમીની ઝડપે પવન સાથે વરસાદની સંભાવના (Heavy rains forecast in north-eastern districts of Gujarat) છે. અમરેલી, ભાવનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ અને કચ્છમાં પણ પવન સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજારતના નર્મદા, ડાંગ અને તાપી જિલ્લામાં 2 અને 3 જૂનના ભારે વરસાદની સંભાવના છે.








