Saturday, May 30, 2026
HomeNationalRajasthan: ચુરુમાં ધૂળની આંધી ઉઠી, વીડિયો જોઈ ચોંકી જશો

Rajasthan: ચુરુમાં ધૂળની આંધી ઉઠી, વીડિયો જોઈ ચોંકી જશો

- Advertisement -

નવજીવન ન્યૂઝ નેટવર્ક.જોધપુરઃ રાજસ્થાનના ચુરુમાં છેલ્લા બે દિવસ સુધી તો ધોમ ધકતી ગરી હતી અને આજે શનિવારે મૌસમ અચાનક બદલાયો હતો. વાતાવરણના આ બદલાવને પગલે અહીં ધૂળની આંધી જોવા મળી હતી.

બપોર પછી ચુરુ, તારાનગર વિસ્તાર અને મેહરી ગામ સહિત ઘણા વિસ્તારોમાં ધૂળનું વંટોળ જોવા મળતા જાણે સુરજ ઢંકાઈને ભર બપોરે સંધ્યાકાળ જેવો માહોલ હતો.

- Advertisement -

રાજસ્થાનના ચુરુ જિલ્લામાં શનિવારે બપોરે કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. સરદારશહેર વિસ્તારમાં અચાનક ઊભા થયેલા વિશાળ ધૂળના બવંડર અને તેજ રેતીલા તોફાને સમગ્ર શહેરને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. બપોરના લગભગ 2 વાગ્યાના સમયે જ વાતાવરણ એટલું ધૂળમય બની ગયું કે જાણે રાત પડી ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અચાનક આવેલા આ વંટોળના કારણે વીઝીબલિટિ લગભગ શૂન્ય થઈ ગઈ હતી અને માર્ગો પર વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.

મળતી માહિતી મુજબ, ભારે ધૂળ અને તોફાની પવનના કારણે વાહનચાલકોને રસ્તા વચ્ચે જ વાહનોની હેડલાઈટ ચાલુ કરીને આગળ વધવું પડ્યું હતું. કેટલીક જગ્યાએ તો થોડા મીટરનું અંતર પણ સ્પષ્ટ દેખાતું ન હતું. શહેરના મુખ્ય બજારો અને રહેણાંક વિસ્તારોમાં લોકો સુરક્ષિત સ્થળોની શોધમાં દોડતા જોવા મળ્યા હતા.

આ અચાનક આવેલા વંટોળના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હોવાના તેમજ વીજ પોલને નુકસાન પહોંચ્યાના અહેવાલો સામે આવ્યા છે. પરિણામે શહેરના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. જોકે, આ સ્થિતિ માત્ર ચુરુ પૂરતી મર્યાદિત નથી. હવામાન વિભાગે સમગ્ર રાજસ્થાન માટે એલર્ટ જાહેર કર્યું છે.

- Advertisement -

જયપુર હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર રાજ્યમાં સક્રિય બનેલા નવા પશ્ચિમી વિક્ષોભના કારણે હવામાનમાં આ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ચુરુ ઉપરાંત જયપુર, અજમેર, ભરતપુર, કોટા, જોધપુર અને ઉદયપુર વિભાગોમાં પણ 60થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધૂળભરી આંધી ફૂંકાવાની અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને કરા પડવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી ચારથી પાંચ દિવસ સુધી રાજસ્થાનમાં આ પ્રકારનું અસ્થિર હવામાન યથાવત રહી શકે છે. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં પડી રહેલી આકરી ગરમી અને લૂથી લોકોને આ બદલાયેલા હવામાનના કારણે નોંધપાત્ર રાહત મળી છે. વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહેવાની શક્યતા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular