નવજીવન ન્યૂઝ, ડેસ્ક : છેલ્લાં કેટલાંક સપ્તાહોથી ભારે ગરમીનો સામનો કરી રહેલા રાજ્યવાસીઓ વરસાદ પડવાની આશ લગાવીને બેઠાં છે. તાજેતરમાં થયેલી આગાહી અનુસાર રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં આજે સવારે ધોધમાર વરસાદ (Heavy rain in Gujarat) વરસ્યો હતો. ગુજરાતના હવામાનમાં પલટો (Change in Gujarat weather) આવતા અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોના તાપમાનનો પારો નીચે ઉતર્યો છે. અમદાવાદ, ગાંધીનગર સહિતના કેટલાંક વિસ્તારોમાં સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 6 દિવસ રાજ્યમાં પવન સાથે વરસાદ (Meteorological Department predicts rain in coming days) પડવાની શક્યતાઓ છે. જેથી ખેડૂતોએ ઘાસચારો અને પાક ખુલ્લામાં રાખવા હિતાવહ નથી.
આજેવહેલી સવારથી જ અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં આકાશમાં વાદળો ઘેરાઈ ગયા હતા અને ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદના પગલે જિલ્લામાં ઠંડક પ્રસરી ગઈ છે. વસાદી માહોલના કારણે તાપમાનનો પારો નીચે ઉતર્યો છે. ડીસામાં 4.1 સેલ્સિયસ, રાજકોટમાં 3.7 સેલ્સિયસ અને અમદાવાદમાં 1.3 સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. આગામી સપ્તાહમાં સમગ્ર રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 5 સેલ્સિયસ સુધીનો તબક્કાવાર ઘટાડો થવાની શક્યતા છે.








