Friday, May 29, 2026
HomeGujaratAhmedabadAhmedabad : પાંચ રાઉન્ડ ફાયર કરનારા નિવૃત્ત DySP અશોક ચૌહાણે પોલીસ સ્ટેશનમાં...

Ahmedabad : પાંચ રાઉન્ડ ફાયર કરનારા નિવૃત્ત DySP અશોક ચૌહાણે પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી, લૉકઅપમાં ધકેલી દેવાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદના નહેરૂનગરમાં નિવૃત્ત ડીવાયએસપીએ કરેલા ઉપરાછાપરી પાંચ રાઉન્ડ ફાયરિંગના કેસમાં સેટેલાઈટ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો (Satellite Police registers case of attempt to murder against retired DYSP) નોંધ્યો છે. સેટેલાઈટ પોલીસે અશોક પ્યારેલાલ ચૌહાણ, બે પુત્રો અને પુત્રી સામે ફરિયાદ નોંધી નિવૃત્ત ડીવાયએસપી, પુત્ર સિદ્ધરાજ અને પુત્રી ખ્યાતિની ધરપકડ (Retired DySP arrested in firing case) કરી છે. ધરપકડ કરાયેલા અશોક ચૌહાણે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવતા (Accused creates ruckus at Satellite Police Station) તેમને લૉકઅપમાં ધકેલી દેવાયા છે.

અમદાવાદના વસ્ત્રાપુર શબરી એપાર્ટમેન્ટમાં રહેતા અમિત પટેલે અશોક ચૌહાણ સહિત ચાર શખસો સામે ફરિયાદ નોંધાવી છે. નહેરૂનગર બસ સ્ટેન્ડની પાછળ આવેલી એક જગ્યાના કબજેદાર અશોક ચૌહાણ અને તેમની માતા શાંતાદેવી પાસે કરાર કરી હિતેશ ભરભીડીયાએ જમીન ભાડે રાખી હતી. જે જમીન પર નહેરૂનગર પાથરણા બજાર શરૂ કરવા સ્ટૉલ લગાવવામાં આવ્યા હતા. જો કે, અમદાવાદ મ્યુનિસિપલ કૉપપોરેશને વિવાદીત જમીન હોવાથી નોટિસ આપી હતી. આ મામલે અદાલતમાં દિવાની દાવો કરવામાં આવ્યો હતો અને નિવૃત્ત ડીવાયએસપીને પાર્ટી બનાવવામાં આવ્યા હતા. નિવૃત્ત ડીવાયએસીપીના માતા શાંતાદેવીના બેંક એકાઉન્ટમાં આરટીજીએસથી અપાયેલી 25 લાખ પરત માગવામાં આવતા તે પાછી આપવામાં આનાકાની કરતા હતા. જે મુદ્દે બુધવારે સાંજે પ્લૉટ પર મીટિંગ હતી તે સમયે અશોક ચૌહાણના બે પુત્રો અને પુત્રીએ ઝગડો કર્યો હતો. દરમિયાનમાં અશોક ચૌહાણે પિસ્તૉલમાંથી જીવ લેવાના ઇરાદે પાંચ રાઉન્ડ ફાયર કર્યા હતા.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular