નવજીવન. મોડાસાઃ રાજ્ય સરકારે ખોટી રીતે જમીન પચાવી પાડનાર લોકોની શાન ઠેકાણે તથા ગરીબ ખાતેદારોને ન્યાય મળે તે માટે ગુજરાતમાં લેન્ડ ગ્રેબીંગનો કાયદો અમલી બનાવ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં મોડાસા શહેરને અડીને આવેલ સુપ્રસિદ્ધ દેવરાજ ધામ નજીક લાખ્ખો રૂપિયાનો એન.એ થયેલા પ્લોટ પર બાજકોટ ગામના શખ્શે કબ્જો જમાવી દેતા અને પ્લોટ માલિક બિલ્ડરને ધમકી આપતા આખરે બિલ્ડરે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર કબ્જો કરનાર વિપુલ ભરવાડ સામે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
મોડાસા શહેરની અલંકાર સોસાયટીમાં રહેતા મુકેશ ભટ્ટ શહેરના બાયપાસ રોડ પર આવેલા સુપ્રસિદ્ધ દેવરાજ ધામ નજીક બાજકોટ ગામની સીમમાં સર્વ.નં-૩૩૭ માં એન.એ થયેલી ૧૪૧૭ ચોરસ મીટરના પ્લોટ.નં-6 ની માલિકી ધરાવે છે. જેની બજાર કિંમત લાખ્ખો રૂપિયાને આંબી જાય છે. સોનાની લગડી જેવા પ્લોટ પર છેલ્લા બે વર્ષથી બાજકોટ ગામમાં રહેતા વિપુલ રમેશ ભાઈ ભરવાડ નામના શખ્સે ગેરકાયદેસર કબ્જો કરી લેતા પ્લોટ માલિક પ્લોટ ખાલી કરવા જણાવતા પ્લોટ માલિકને ધમકી આપતા અને ગેરકાયદેસર રીતે પ્લોટ પચાવી પાડતા આખરે બિલ્ડરે ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
મોડાસા ટાઉન પોલીસે મુકેશભાઈ ભટ્ટની ફરિયાદના આધારે વિપુલ ભરવાડ સામે ૪૪૭, ૫૦૪, ૫૦૬ (૨) અને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદો કલમ-૪ (૧), ૪ (૨), ૫ (સી) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












