નવજીવન ન્યૂઝ, અમદાવાદ : ભારતના કુલ મીઠા ઉત્પાદનનું 70 ટકા મીઠું ગુજરાતમાં પાકે છે. ગુજરાતમાં મીઠું પકવતા અગરિયાઓની સ્થિતિ ડીઝલની અછતના કારણે કફોડી બની હોવાનું ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયા (Parthivrajsinh Kathavadia) એ જણાવ્યું છે. નાના રણની આસપાસ સાંતલપુર, માળિયા, ખારા ઘોડા , આડેસર, ધાંગધ્રા, હળવદ, રાધનપુરના સીમાંત ગામોમાં અંદાજે 3500થી વધુ જેટલા અગર હશે. આશરે 60 લાખ ટનથી વધુનું વાર્ષિક મીઠાનું ઉત્પાદન 10 એકરના અગરવાળા કરતા હોય છે. ડીઝલની અછતના લીધે અગરિયા મીઠાને અગરથી બજાર સુધી પહોંચાડી નથી (Salt-baking farmers in trouble due to diesel shortage) શકતા. ટ્રાન્સપોર્ટરો ડીઝલની અછતના કારણે અગરિયાઓને વ્યવસ્થા કરવા કહે છે.
નાના અગરિયાનો 250 કરોડથી વધારે રૂપિયાના વેપારને ડીઝલ અછતની માઠી અસર પડી રહી છે. આશરે 50 હજારથી વધુ લોકોએ અગર વ્યવસાય જોડે સીધી રીતે સંકળાયેલા છે અને 1 લાખથી વધુ લોકો જે પરોક્ષ રીતે અગર વ્યવસાય જોડે સંકળાયેલા છે. કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી જિલ્લાના અગર ઉદ્યોગોને મોટી અસર પડશે.
ડીઝલની અછતના લીધે અગર વ્યવસાયના લોકોને પોતાના અગરમાં હિટાચી, ટ્રક જેવા વાહનોના ઉપયોગમાં તકલીફ પડી રહી છે.








