Saturday, May 23, 2026
HomeGujaratAhmedabadAhmedabad : ધો.5ની વિદ્યાર્થીનીઓને અશ્લીલ વીડિયો બતાવનાર કરાટે શિક્ષકને અદાલતે 3 વર્ષની...

Ahmedabad : ધો.5ની વિદ્યાર્થીનીઓને અશ્લીલ વીડિયો બતાવનાર કરાટે શિક્ષકને અદાલતે 3 વર્ષની કેદનો હુકમ કર્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : વર્ષ 2023માં રામોલ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયેલા પોક્સોના કેસમાં અદાલતે કરાટે ટીચર આર્ય દુબેને 3 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. અમદાવાદની એકલવ્ય સ્કૂલમાં આર્ય દુબે કરાટે શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો ત્યારે તેણે ધોરણ 5ની વિદ્યાર્થીની સાથે ગંદી હરકત કરી હતી. આ કેસ અમદાવાદમાં આવેલી પોક્સોની વિશેષ અદાલતમાં ચાલી જતાં સજાનો હુકમ (Karate teacher sentenced by special POCSO court Ahmedabad) કરવામાં આવ્યો છે. આરોપીને ફટકારવામાં આવેલા દંડની રકમમાંથી 24 હજાર રૂપિયા બાળકીને માનસિક યાતના અને બહાદુરી બતાવવા અપાયા છે.

વર્ષ 2023માં દિવાળી પહેલાં સ્કૂલના ભોંયરામાં ધો.5ની વિદ્યાર્થીનીને બોલાવી મોબાઈલ ફોનમાં અશ્લીલ વીડિયો અને ફોટા બતાવ્યા હતા. ત્યારબાદ આ વાત કોઈને કરીશ તો કરાટે કલાસમાં આવવા નહીં દઉં અને કરાટે નહીં શીખવાડું તેવી ધમકી આપી હતી. આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ ગુનો (FIR registered under POCSO at Ramol police station) નોંધાતા મૂળ ઉત્તરપ્રદેશના આર્ય દુબેની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીના મોબાઈલ ફોનમાંથી દોઢસોથી વધુ અશ્લીલ સામગ્રી મળી આવી હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular