Monday, June 22, 2026
HomeGeneralબિહારના ગયામાં પરીક્ષાર્થીઓ ગિન્નાયા ટ્રેનને આગ ચાંપી

બિહારના ગયામાં પરીક્ષાર્થીઓ ગિન્નાયા ટ્રેનને આગ ચાંપી

- Advertisement -

નવજીવન. ગયા: બિહારમાં રેલવે ભરતી બોર્ડની એનટીપીસીની પરીક્ષામાં ગોટાળાને લઈને ઉમેદવારોનો વિરોધ સતત ચાલુ છે. આજે ત્રીજા દિવસે વિદ્યાર્થીઓએ ગયા રેલવે જંક્શનના પ્લેટફોર્મ પર પથ્થરમારો કર્યો હતો. ગુસ્સે ભરાયેલા યુવકોના ટોળાએ ત્યાં પાર્ક કરેલી પેસેન્જર ટ્રેનને આગ ચાંપી દીધી હતી.

બિહારમાં રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડની એનટીપીસીની પરીક્ષામાં ગોટાળાનો આરોપ લગાવતા ઉમેદવારોનો વિરોધ આજે ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યો હતો. આ પહેલા મંગળવારે ગુસ્સે ભરાયેલા ટોળાએ પટના, સીતામઢી, મુઝફ્ફરપુર, આરા અને બક્સરમાં રેલવે સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું.



સીતામઢીમાં તોડફોડ અને પથ્થરમારો કરી રહેલા ટોળાને પોલીસે હવામાં ફાયરિંગ કરી દૂર કર્યા હતા. વિદ્યાર્થીઓના વિરોધને પગલે રેલવેએ એનટીપીસી અને ગ્રુપ ડી (વર્ગ-1)ની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. આમ છતાં બુધવારે પણ આરઆરબી અને એનટીપીસીમાં થતી હેરાફેરી સામે સમગ્ર બિહારમાં વિદ્યાર્થીઓનો રોષ ઠંડો પડવાનું નામ નથી લઈ રહ્યો.

- Advertisement -


રેલવેએ તેમની ભરતી પરીક્ષાઓની પસંદગી પ્રક્રિયાને લઈને પરીક્ષાર્થીઓ દ્વારા કરવામાં આવેલા હિંસક વિરોધને પગલે એનટીપીસી અને લેવલ -1 ની પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. મંગળવારે રેલવેએ એક નોટિસ જાહેર કરીને પરીક્ષાર્થીઓને ચેતવણી આપી હતી કે વિરોધ પ્રદર્શન દરમિયાન તોડફોડ સહિતની ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકોની ભરતી પર કાયમ માટે પ્રતિબંધ મૂકવામાં આવશે. બિહારમાં અનેક સ્થળોએ રેલવે ટ્રેક પર ધરણા પર બેઠેલા વિરોધ કરી રહેલા પરીક્ષાર્થીઓના પગલે આ ચેતવણી આપવામાં આવી છે.




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular